તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DPCમાં નિર્ણય લેવાયો:રાજ્યમાં TDOની 84 જગ્યા પ્રમોશનથી ભરાશે, વિપુલ મિત્રાએ પ્રક્રિયા શરૂ કરી, ટૂંક સમયમાં અમલ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તરણ અધિકારી, નાયબ ચીટનીસને બઢતી આપવા GPSCની મંજૂરી

ગુજરાત સરકારના પંચાયત વિભાગની વિભાગીય બઢતી સમિતી(ડીપીસી)ની થોડાં દિવસ પહેલાં મળેલી બેઠકમાં રાજ્યમાં ટીડીઓની ખાલી પડેલી 84 જગ્યાઓ પ્રમોશનથી ભરવાનો નિર્ણય લેવાયો છે. પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ આ જાહેરાત કરી છે.

રાજ્યના 251 તાલુકાઓ માટે હાલમાં 300થી વધુ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓની જગ્યાનું મહેકમ મંજૂર થયેલું છે તેમાંથી 235 જગ્યાઓ તાલુકા પંચાયતોને ફાળવાયેલી છે. આ 300 પૈકી હાલ 161 જગ્યાઓ ઘણાં લાંબા સયથી ડીપીસી મળી ન હોવાથી ખાલી પડી છે.

આ ડીપીસી ન મળી હોવાથી તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ પંચાયત વિભાગના કર્મચારીઓને બઢતી મળતી ન હતી. વિપુલ મિત્રાએ હજુ ગયા મહિને જ પંચાયત વિભાગનો હવાલો સંભાળ્યો છે અને તેમણે આ પ્રક્રિયા આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...