તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારો ચૂંટણી મેદાનમાં:સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કુલ 188 બેેઠકો ઉપર 805 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ, કોંગ્રેસની સાથે આપ અને બસપાના ઉમેદવારો પણ મેદાને પડ્યાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કુલ 188 બેઠકો ઉપર કુલ 805 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આથી પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ચાલુ વર્ષે રાજકીય કુરૂક્ષેત્ર બની રહે તેવી શક્યતા રહેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપા સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આથી બેઠકો કરતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો જ્યારે કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયતની કુલ 80 સીટો તેમજ દહેગામ, કલોલ નગરપાલિકા અને માણસા પાલિકાની બે વોર્ડની પેટા ચુંટણીની કુલ 88 સીટો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 805 ફોર્મ ભરાયા છે. આથી આ વખતની સ્થાનિક સ્વરાજની ચુંટણી રાજકીય કુરૂક્ષેત્ર પુરવાર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાના શનિવારે અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટતા કચેરીઓ ટેકેદારોથી ભરચક બની ગઇ હતી. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે ગાંધીનગરમાંથી 32, કલોલમાંથી 27, દહેગામમાંથી 51 અને માણસાના 39 સહિત કુલ 149 ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની કુલ 80 સીટો માટે કલોલમાંથી 109, દહેગામમાંથી 134 અને માણસામાંથી 96 સહિત કુલ 339 ફોર્મ ભરાયા છે. ઉપરાંત નગરપાલિકાની કુલ 88 સીટો માટે કલોલમાંથી 201, દહેગામમાંથી 110 અને માણસામાંથી 6 સહિત કુલ 317 ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં દર વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોને જ દબદબો રહેતો હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવાની મથામણ શરૂ
ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જોકે જે બેઠકો ઉપર અપક્ષો ભાજપ કે કોંગ્રેસને નડે એમ હશે તેના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવાની પડદા પાછળની કામગીરી શરૂ કરવામાં આવશે. છાલાની બેઠકમાં અપક્ષ ઉમેદવાર કોંગ્રેસને નુકશાન કરી શકે તેમ છે. જ્યારે સાદરાની બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર કોંગ્રેસના મત બગાડે. તેજ રીતે ઉવારસદની સીટ ઉપરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસના અને ડભોડાની બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના મત તોડે તેવી શક્યતા રહેલી છે.

ભાજપને ડમીની જરૂર છે, પરંતુ કોંગ્રેસને નહીં
જિલ્લા પંચાયતની 8 સીટોમાં ભાજપે તમામ બેઠકોમાં ઉમેદવારની સાથે સાથે ડમીનું ફોર્મ ભરાયું છે. જ્યારે કોંગ્રેસમાંથી માત્ર ડભોડા અને અડાલજની બેઠકમાં જ ડમી ઉમેદવારનું ફોર્મ ભર્યું છે.

આધેડ વયના 7 બાકીના યુવાન ઉમેદવારોનો સમાવેશ
જિલ્લા પંચાયતની 8 સીટો માટે કુલ 32 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં આધેડ વયના 7 ઉમેદવારો ભાજપ અને કોંંગ્રેસના છાલા, સાદરા, ડભોડા, સરઢવ બેઠકના છે. જ્યારે બાકી ઉમેદવારો યુવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો