કામગીરી:જિલ્લાના આયુષ્યમાન થકી પ્રતિ દિન 800થી 1000 બનાવાતા કાર્ડ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના 1.52 લાખ કાર્ડ આપ્યા

છેવાડાની વ્યક્તિને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. જે અંતર્ગત જિલ્લાના 213621 લાભાર્થીઓમાંથી આયુષ્યમાન કાર્ડમાંથી અત્યાર સુધીમાં 152213 લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. જોકે જિલ્લામાં પ્રતિદિન 800થી 1000 લાભાર્થીઓને કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે.

તેમાં ગત વર્ષ-2011 અંતર્ગત વસ્તીગણતરીના આધારે આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારોને પણ આરોગ્ય સેવાનો લાભ ખાનગી હોસ્પિટલમાં મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. જેમાં જિલ્લાના કુલ 213621 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનો લક્ષાંક આપવામાં આવ્યો છે. તેમાંથી ગત ઓક્ટોબર-2021 માસ સુધીમાં 152213 લાભાર્થીઓને આયુષ્યમાન કાઢી આપવામાં આવ્યા હોવાનું સોમવારે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમના અધ્યક્ષસ્થાને મળેલી એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ માહિતી આપી હતી.

વધુમાં આયુષ્મમાન કાર્ડથી એકપણ લાભાર્થી વંચિત રહે નહી તે માટે હાલમાં કામગીરી સઘન કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દરરોજના 800થી 1000 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યા છે. આથી આગામી ત્રણેક મહિના સુધીમાં કાર્ડ કાઢી આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જોકે કાર્ડ નહી કાઢવાની પાછળ રેશનીંગ કાર્ડ ઓનલાઇનમાં અલગ નામ હોવાથી કાર્ડ કાઢવાની કામગીરી ઢીલી પડી રહી છે. જોકે તેના માટે લાભાર્થી નામમાં સુધારો કરે તો જ કાર્ડ નિકળી શકે છે. જોકે ટેકનિકલ કારણ હોવાથી તેનો ઉકેલ લાવીના લાભાર્થીઓને કાર્ડ કાઢી આપવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...