ચસ્કો:કોરોનાકાળમાં ઊંધિયા, જલેબીના વેચાણ માટે 800 પંડાલ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણના પર્વમાં ઊંધિયું અને જલેબી માટે પાટનગરવાસીઓએ 20 ટકા વધુ ખર્ચ કરવો પડશે

કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે જિલ્લાવાસીઓને ઉંધિયા અને જલેબીની જયાફત માટે વધુ પૈસા ખર્ચવા પડશે. જોકે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે રો-મટીરીયલનો ભાવમાં વધારાની અસર ઉંધીયા અને જલેબીના ભાવમાં જોવા મળશે. આથી જિલ્લાવાસીઓને જલેબી અને ઉંધીયાનો સ્વાદ મોંઘો પડશે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લામાં નાના-મોટા 800 વેપારી ઉંધીયું અને જલેબીનું વેચાણ કરતા હોય છે. ઉત્તરાયણ નિમિત્તે લોકો ઉંધીયું અને જલેબી ખાતા હોય છે.

આથી તે જિલ્લામાં 800 વેપારી તૈયારીઓ કરતા હોય છે. જોકે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે તેલ, ગેસ, મજુરી, શાકભાજી, મસાલા તેમજ ઘી, ખાંડ અને મેંદો તેમજ જલેબીના આથાના ભાવમાં વધારો થવા ઉપરાંત ડિઝલના ભાવમાં વધારો થતાં તેની સીધી અસર દરેક ચીજવસ્તુઓ ઉપર પડી રહી છે.

આથી જિલ્લાના સ્વાદ રસિકોને ઉંધીયું અને જલેબીની જયાફત માટે ખિસ્સા ઉપર ભાર સહન કરવો પડશે. જોકે ગત વર્ષે પ્રતિ કિલો ઉંધીયાનો ભાવ 240ની સામે ચાલુ વર્ષે પ્રતિ કિલો ઉંધીયાના ભાવ 280 રહેશે તેમ વેપારીઓએ જણાવ્યું છે. જ્યારે ગત વર્ષે જલેબીનો ભાવ તેલની પ્રતિ કિલો 220થી 240ની સામે ચાલુ વર્ષે પ્રતિ કિલોનો ભાવ 240થી 280ની વચ્ચે રહેશે.

કોરોનાથી 30 ટકા ઘરાકી ઓછી રહેશે
કોરોનાથી છેલ્લા બે વર્ષથી વેપારીઓની હાલત કફોડી બની રહી છે. તેમાં ઉત્તરાયણના તહેવારમાં જ કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ વધતા જ ગત વર્ષની જેમ જ ચાલુ વર્ષે પણ ઘરાકીમાં 30 ટકાનો ઘટાડો રહેવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.

ગત વર્ષ કરતાં શાકભાજીના ભાવ ડબલ
ઉંધીયું બનાવવા માટે ગાજર, રતાળું, મેથીના મુઠિયા, ટામેટા, રવૈયા, સુરતી પાપડી, દેશી પાપડી, મરચી વાલોળ, લીલું લસણ, આદુ, કોથમીર, તુવેર, વટાણા, ફણસી, શક્કરીયા, નાના બટાટા, વઢવાણી મરચાંનો ઉપયોગ કરાય છે. જોકે ગત વર્ષે પ્રતિ કિલો રૂપિયા 20થી 40ના ભાવ શાકભાજીનો હતો.

કોરોનાકાળમાં ઘરના ઊંધિયાનું ચલણ
કોરોનાની મહામારીથી ઉંધીયું અને જલેબીની ખરીદી કરવા જવામાં ભીડને લીધો કોરોનાથી સંક્રમિત થવાની ચિંતા ગૃહિણીઓને સતાવી રહી છે. આથી ગૃહિણીઓ ઘરે જ ઉંધીયું બનાવી રહી હોવાથી બે દિવસ અગાઉ જ ગૃહિણીઓ શાકભાજીની ખરીદી કરતી હોય છે.

શાકભાજીના ભાવ
શાકભાજીભાવપ્રતિકિલો
ગાજર 40
રતાળું 40
મેથી 10 એકજુડી
ટામેટા 10
રવૈયા 80
શાકભાજીભાવપ્રતિકિલો
સુરતીપાપડી 80
દેશીપાપડી 40
મરચીવાલોળ 40
વટાણા 30
લીલુંલસણ 10એકજુડી
કોથમીર 20 એકજુડી
નાનાબટાટા 15 કિલો
તુવેર 60
શક્કરીયા 80
ફણસી 80
વઢવાણીમરચા 80

અન્ય સમાચારો પણ છે...