તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લોડિંગ રિક્ષામાંથી દારૂની 80 બોટલ, બીયરના 200 ટીન ઝબ્બે

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસલાલી રીંગરોડ પર પોલીસે કરેલી કાર્યવાહી
  • 1 આરોપી 1,75,300 ના મુદામાલ સાથે ઝડપાયો: એક વોન્ટેડને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી

વિવેકાનંદ નગર પોલીસે બાતમીને આધારે અસલાલી રીંગરોડ પાસે લોડિંગ રીક્ષામાંથી દારૂની 80 બોટલ અને 200 ટીન સાથે એક આરોપીને 1,75,300 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી એક વોન્ટેડ આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી આવી હેરાફેરી વધતા પોલીસ ખાસ વોચ રાખી રહી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.બી ગોહિલ અને સ્ટાફ કર્મીઓએ બાતમીને આધારે એસ.પી.રીંગ રોડ ઉપર અસલાલી તરફથી રામોલ તરફ જતી એક અતુલ શકતિ લોડીંગ રીક્ષા નં. GJ-01-TB-2946 ની તપાસ કરતા એક આરોપી સાથે અલગ અલગ બ્રાન્ડ ની 80 નંગ બોટલ તેમજ 200 ટીન મળી આવેલ.

પોલીસે કરેલી રેડમાં મળી આવેલા દારૂના જથ્થામાં મેકડોવેલ્સ નંબર વન સુપિરીઅર વ્હિસ્કીની 750 એમ.એલની બોટલો નંગ-70 કિ.રૂ.35000/- , સીગ્નેચર રેર એજડ વ્હિસ્કી ની 750 એમ.એલ.ની બોટલો નંગ 10 કિ.રૂ.10,000/- ,એલીફન્ટસ સ્ટ્રોંગ કાર્સબર્ગ સુપર પ્રિમિયમ બીયર 500 એમ.એલ. ના ટીન નંગ 100 કિ.રૂ.15000/- , સુપર સ્ટ્રોંગ વુબ રીચે એન્ડ મેલ્ટી મ્યુનિચ પ્લેગર પ્રિમિયમ બીયર 500 એમ.એલ. ના ટીન નંગ 60 કિ.રૂ 9000/- નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બર્ડ વાયઝર મેગ્નમ બીયર 500 એમ.એલ. ના ટીન નંગ 40 કિ.રૂ.6000/- મળી ઇગ્લીશ દારૂની કુલ કિ.રૂ.75000/- તેમજ ઇગ્લીશ દારૂ ભરેલ અતુલ શકતિ લોડીંગ રિક્ષા નં. GJ-01-TB-2946 ની કિ.રૂ.1,00,000/- તથા સેમસંગ કં૫નીનો મોબાઇલ નંગ-1 કિ.રૂ. 300 /- મળી તમામ મુદ્દામાલની કુલ કિ.રૂ.1,75,300ના મુદ્દામાલ સાથે એક આરોપી દિનેશ વણઝારા અમદાવાદ ઝડપાયો છે. પોલીસની આ કામગીરી દરમિયાન ફરાર થઈ ગયેલા વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે અભી રહે.અમદાવાદ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ બનાવથી ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...