શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓના મનમાં ઉભા થતાં પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા કાઉન્સીલરોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં જિલ્લાના ચારેય તાલુકાના આઠ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓના વિષય તેમજ પરીક્ષાને લગતા પ્રશ્નોની મુંઝવણ દુર કરશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા આગામી તારીખ 14મી, માર્ચથી પ્રારંભ થનાર છે.
બોર્ડ પરીક્ષામાં જિલ્લાના 49199 વિદ્યાર્થીઓ બેસવાના છે. ત્યારે પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓના મનમાં ઉભા થતાં પ્રશ્નો અને મુંઝવણને પગલે માનસિક તણાવમાં આવી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ દ્વારા કાઉન્સિલરોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં જિલ્લાના ચારેય તાલુકાના કુલ આઠ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યોની નિમણુંક કરાઇ છે. ઉપરાંત કાઉન્સિલરોના મોબાઇલ નંબરો ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ સંપર્ક કરીને પોતાના પ્રશ્નો અને મુંઝવણોનો ઉકેલ મેળવીને માનસિક રાહત મેળવશે.
વધુમાં બોર્ડ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઉભો થાય નહી તે માટે ઘરનું વાતાવરણ હવળુ રાખવા વાલીઓને અપીલ કરવામાં આવી છે. ઉપરાંત પરીક્ષાને માંડ એકાદ સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો હોવાથી તેને વધુ પડતું વાંચવા કે શું શું તૈયાર કર્યું તેવા પ્રશ્નો કરીને તેના ઉપર માનસિક દબાણ ઉભું નહી કરવા જિલ્લા શિક્ષણતંત્રએ અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.