ગુજરાત રાજ્યના 2020-22 ની બેચનાં 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ કરી હતી. જે બાદ આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. હવે આગામી દિવસોમાં બીજા તબક્કાની તાલીમ મેળવવા માટે આ અધિકારીઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવા માટે રવાના થશે.
રાજ્યના 2020-22ની બેચના 8 પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ 8 અધિકારીઓ ગુજરાત કેડરમાં ફાળવાયેલા છે અને રાજ્યના વિવિધ જિલ્લામાં તેમની તાલીમ પૂર્ણ કરીને બીજા તબક્કાની તાલીમ માટે તેઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવાના છે.
આ પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીઓએ જિલ્લાની પોતાની તાલીમ દરમિયાનના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્યની વિકાસયાત્રામાં તેમનું યોગદાન મળતું રહે અને તાલીમ બાદ તેઓ જ્યારે ગુજરાત પરત આવે ત્યારે આ વિકાસ યાત્રામાં પોતાનું ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ મુલાકાત સમયે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સ્પીપાના મહાનિયામક આર.સી. મીના, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ પણ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.