ક્રાઇમ:8 પો. સ્ટે.ના 473 ગુનામાં પકડાયેલા 4.82 કરોડના દારૂનો નાશ કરાયો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના 8 પોલીસ સ્ટેશનના 473 ગુનામાં પકડાયેલા 4.82 કરોડના દારૂનો નાશ કરાયો છે. કોબા પાસે 1,45,188 વિદેશીદારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેમાં 2017થી જુલાઈ 2020 સુધી સેક્ટર-21 પોલીસ સ્ટેશનના 82 ગુનામાં પકડાયેલી 5861 બોટલ, સે-7ના 20 ગુનાની 2400 બોટલ, ચિલોડાના 123 ગુનાની 63275 બોટલ, ડભોડાના 64 ગુનાની 28,242 બોટલ, પેથાપુરના 62 ગુનાની 10282 બોટલ, દહેગામના 70 ગુનાની 21461 બોટલ, રખિયાલના 35 ગુનાની 12369 બોટલ, ઈન્ફોસિટીના 17 ગુનાની 1298 બોટલો મળી 473 ગુનામાં પકડાયેલી કુલ 1,45,188 બોટલોનો નાશ કરાયો હતો. જેની કુલ કિંમત કિંમત 4,82,92,794 થાય છે.

અન્ય સમાચારો પણ છે...