તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગાંધીનગર તાલુકા અને મનપામાં નવા 8 કેસ માણસા, કલોલ-દહેગામમાંથી એકપણ કેસ નહીં

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વધુ 10 દર્દી સાજા થયા, કલોલના વૃદ્ધના મોતથી કુલ મૃત્યુઆં 597એ પહોંચ્યો
 • કોરોનાથી સંક્રમિતોમાં વેપારી, ગૃહિણી સહિતનો સમાવેશ થયો છે

જિલ્લામાં નવા 8 કેસ માત્ર ગાંધીનગર મહાનગર પાલિકાના ત્રણ સેક્ટરમાંથી અને ગાંધીનગર તાલુકાના બે ગામમાંથી નોંધાયા છે. જ્યારે માણસા, કલોલ અને દહેગામ તાલુકામાંથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સઘન સારવારને અંતે વધુ 10 દર્દીઓ સાજા થતાં કોરોનાને હરાવનારનો આંકડો 7165એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલમાં સારવારને અંતે કલોલના 67 વર્ષીય વૃદ્ધનું મોત થતાં અત્યાર સુધી જિલ્લાની 597 વ્યક્તિઓના મોત થયા છે. કોરોનાથી સંક્રમિતોમાં વેપારી, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે.

4 કેસ : મનપા વિસ્તારમાંથી નવા ચાર કેસમાં સેક્ટર-2માંથી 58 વર્ષીય અને 53 વર્ષીય મહિલા, સેક્ટર-26ના 76 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-3ની 49 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે. કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલી 12 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 4 કેસમાં સરગાસણમાંથી 72 વર્ષીય વૃદ્ધ, 29 વર્ષીય ગૃહિણી, 37 વર્ષીય યુવાન, ભાટના 39 વર્ષીય વેપારી કોરોનામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો