કોરોના અપડેટ:વધુ 8 લોકો કોરોના પોઝિટિવ ,જિલ્લાના કલોલ, ગાંધીનગર અને માણસામાં શૂન્ય કેસ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 12 દર્દી કોરોનાને હરાવવામાં સફળ રહ્યા, વધુ 2 દર્દીનાં મોત નીપજ્યાં

જિલ્લામાં નવા 8 કેસમાં ચારેય તાલુકામાંથી માત્ર દહેગામમાંથી ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકામાંથી એકપણ કેસ નહી નોંધાતા આરોગ્ય તંત્રને હાશકારો થયો છે. જોકે જિલ્લાની 19990 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

કોરોનાની સારવારથી વધુ 12 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં જિલ્લાની 18203 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 2 દર્દીઓની જીવનદોરી કપાઇ છે. કોરોનાના દર્દીઓના મોતનું સાચું કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટમાં જ ખબર પડશે.

મનપામાં 5 અને દહેગામમાં3 કેસ
મનપા વિસ્તારમાંથી નવા 5 કેસમાં સેક્ટર-2માંથી 1, સેક્ટર-7માંથી 1, સેક્ટર-12માંથી 1 અને સેક્ટર-22માંથી 1, પાલજમાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લાના દહેગામ તાલુકાના દાનાજીની મુવાડીમાંથી 1, લહેરીપુરા કંપામાંથી 1, પાલૈયામાંથી 1 કેસ નોંધાયો છે. સંક્રમિત થયેલા તમામ લોકો સારવાર હેઠળ છે. ઉપરાંત કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમજ તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...