ચૂંટણી:જિલ્લાની 5 બેઠકો પરથી વધુ 8 ફોર્મ પરત ખેંચાયાં

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ 66 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

જિલ્લાની પાંચ બેઠકો ઉપર વિધાનસભાની ચૂંટણી જંગમાં 93 ઉમેદવારોએ 125 ફોર્મ ભર્યા હતા. જેમાંથી શનિવારે વધુ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હજુય ચૂંટણી જંગના મેદાનમાં 66 લડવૈયા અડીખમ ઉભા છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21મી, નવેમ્બર હોવાથી સોમવારે કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તે ચિત્ર સ્પષ્ટ થશે.

જિલ્લાની પાંચ બેઠકો ઉપર ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કુલ-93 ઉમેદવારોએ 125 જેટલા ફોર્મ ભર્યા હતા. જોકે ફોર્મની ચકાસણીનો તબક્કો પૂર્ણ થયા બાદ હાલમાં ફોર્મ પરત ખેંચવાનો તબક્કો ચાલી રહ્યો છે. જોકે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21મી, નવેમ્બર હોવાથી ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે.

તે પહેલાં શનિવારે વધુ આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હજુ 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જોકે જિલ્લાની પાંચય બેઠકોમાં માણસા બેઠક ઉપર એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા છતાં હજુ 18 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે.

તેમ છતાં હજુ 13 ઉમેદવારો મેદાનમાં છે. તેજ રીતે ગાંધીનગર ઉત્તરની બેઠક ઉપરથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હજુય 12 ઉમેદવારો છે. કલોલની બેઠક ઉપરથી ત્રણ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા છતાં હજુ 13 ઉમેદવારો છે. જ્યારે દહેગામ બેઠક ઉપરથી એકપણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...