તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:સોમવારે વધુ 8નાં મોત, કલોલમાં કુલ કેસ 1000 નજીક

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લાના 8 દર્દીઓમાંથી 4 મહિલા, એક યુવાન, એક આધેડ અને 2 વૃદ્ધ દર્દીઓનો સમાવેશ થાય છે. લોદરાના 77 વર્ષીય અને માણસાના 71 વર્ષીય વૃદ્ધ જ્યારે ચાર મહિલાઓમાં સેક્ટર-6ના 67 વર્ષીય, કલોલના 77 વર્ષીય, રાયસણની 86 વર્ષીય અને સમૌની 80 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે લોદરાનો 42 વર્ષીય યુવાન તથા ચરાડાના 50 વર્ષીય આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા કુલ આંકડો 508 થયો છે. કોરોનાના સંક્રમણનો ભોગ વિદ્યાર્થી, એલઆઇસી એજન્ટ, ગૃહિણી, ક્લાર્ક, આચાર્ય, કોન્ટ્રાક્ટર, વેપારી, ખેડુત સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 25, કલોલ તાલુકામાંથી 11, ગાંધીનગર તાલુકામાંથી 12, દહેગામમાંથી 3 અને માણસામાંથી 4 નવા કેસ નોંધાયા છે.

મનપા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરથી 78 વર્ષના વૃદ્ધ સહિત 25 લોકો કોરોના સંક્રમિત થઈ
મનપા વિસ્તારમાંથી જીઇબીમાંથી 39 વર્ષીય યુવાન, 47 વર્ષીય ગૃહિણી, 20 વર્ષીય વિદ્યાર્થી, 57 વર્ષીય આધેડ, 15 વર્ષીય વિદ્યાર્થી, 18 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-2માંથી 58 વર્ષીય ગૃહિણી, 61 વર્ષીય વૃદ્ધ, 45 વર્ષીય એલઆઇસી એજન્ટ, 78 વર્ષીય વૃદ્ધ, સે-3માંથી ગૃહિણી, 27 વર્ષીય વિદ્યાર્થીની, 65 વર્ષીય મહિલા, સે-22માંથી લેબર કોન્ટ્રાક્ટર, વૃદ્ધ, સે-4ની 53 વર્ષીય ગૃહિણી, સે-12ની 30 વર્ષીય ફિઝીયોથેરાપીસ્ટ, સે-23માંથી પોલીસ જવાન, સે-13ના 58 વર્ષીય આધેડ, સે-25ના 65 વર્ષીય વૃદ્ધ, સે-17ના 65 વર્ષીય કેરટેકર, 62 વર્ષીય વૃદ્ધ, સે-27ના 46 વર્ષીય પ્રિન્સિપાલ, સે-24ના 34 વર્ષીય એન્જિનીયર, સે-7ના 54 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે.

ગાંધીનગર તાલુકામાં 12 અને દહેગામમાં 3 કેસ નોંધાયા
ગાંધીનગર તાલુકામાં સુઘડમાંથી યુવાન, મહિલા, ગૃહિણી, આલમપુરમાંથી 55 વર્ષીય અને 30 વર્ષીય ગૃહિણી, ઉનાવનો 28 વર્ષીય યુવાન, વાસણા હડમતીયાની યુવતી, મોતીપુરાની 75 વર્ષીય મહિલા, કોલવડાની 82 વર્ષીય મહિલા, રાંધેજાની ગૃહિણી, ભાટની વિદ્યાર્થીની, રાંદેસણની મહિલા સંક્રમિત. દહેગામમાં પાલિકા વિસ્તારના વેપારી, ખાનપુરના ખેડુત અને ગૃહિણી કોરોનાગ્રસ્ત થઇ છે.

કલોલના 11 અને માણસાના 4ને કોરોનાનો ચેપ લાગ્યો
કલોલમાંથી પાલિકા વિસ્તારમાંથી વેપારી, યુવતી, ગૃહિણી, 39 વર્ષીય વેપારી, 32 વર્ષીય વેપારી, મહિલા, ગૃહિણી, આધેડ, આરસોડિયાની 56 વર્ષીય ગૃહિણી, મોખાસણની 25 વર્ષીય ગૃહિણી, 34 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે માણસા તાલુકાના 4 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 34 વર્ષીય યુવાન, 13 વર્ષીય વિદ્યાર્થી, પુંધરા 32 વર્ષીય યુવાન અને 42 વર્ષીય ખેડુત કોરોનામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો