ફરિયાદ:વલાદની 20 વીઘા જમીન પચાવવા 8 ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજ બનાવ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાવટી ખેડૂત ઉભા કરી જમીન ખરીદવા આવનારને વેચાણ આપવાનો કારસો રચ્યો

વલાદમાં ગામની સીમમાં આવેલી 20 વીઘા જમીનને ભૂમાફિયાઓ દ્વારા ભળતા નામવાળા ખેડૂતના બોગસ દસ્તાવેજ બનાવી જમીન ખરીદવા આવતા વ્યક્તિને પધરાવી દીધી હતી અને 15 લાખ રૂપિયા પણ લઇ લીધા હતા. જ્યારે આ બાબતની સાચા ખેડૂતને પણ ખબર પડવા દીધી ન હતી. ત્યારે જમીન ખરીદવા આવનાર વ્યક્તિએ ઓરીજનલ દસ્તાવેજની તપાસ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેથી સાચા ખેડૂતને જાણ કરતા ખોટા દસ્તાવેજ બનાવનાર 8 સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

ચતુરભાઇ રેવાભાઇ પટેલ (રહે,નોબલ રેસિડેન્સી, થલતેજ, અમદાવાદ) ગાંધીનગરના વલાદ ગામની સીમમાં 20 વીઘા જમીન ધરાવે છે. તેમણે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની જમીન વેચવા માટે 8 ભૂમાફિયાઓ બજારમાં આવ્યા હતા અને જમીન વેચવા ફરતા હતા. જેમા સુનિલ સોમાભાઇ રબારી (હાલ રહે, અમદાવાદ. મૂળ, લાખવડ, મહેસાણા), લાલાભાઇ ભુવા ઉર્ફે લાલાભાઇ અમરતભાઇ રબારી ( હાલ રહે, અમદાવાદ) વિશાલ તેજાભાઇ રબારી (રહે, લક્ષ્મીનગર, નરોડા), સંજય રબારી, જ્યારે ભળતાનામ ધારણ કરનારા ચતુરભાઇ રેવાભાઇ પટેલ, ભીખાભાઇ મંગળદાસ પટેલ, પોપટજી ફૂલાજી ઠાકોર (વિરાતલાવડી) અને પરેશ ધીરુભાઇ જયાની (રહે, નિકોલ)જમીન વેચવાનો કારસો રચવામાં આવ્યો હતો.

જમીન ખરીદવા અરવિંદભાઇ રવજીભાઇ દોઘા (રહે, નરોડા) ફરતા હતા. તે સમયે પરેશ જયાનીનો સંપર્ક થતા તેની પાસે વલાદની જમીન વેચાવા આવી હોવાનુ કહીને બતાવી હતી. જેથી જમીન જોવા વલાદ આવ્યા હતા. તે સમયે સુનિલ રબારી હાજર હતો. જમીનનો કબજો પોપટજી ઠાકોર પાસે હોવાનુ કહ્યુ હતુ. પોપટજીએ રૂપિયા મળી જાય તો કબજો છોડી દેવાનુ કહ્યુ હતુ. જગ્યા પસંદ આવતા ખેડૂતના બનાવટી નામ ધારણ કરનાર ચતુરભાઇ અને ભીખાભાઇ નામના ભૂમાફિયા તેમના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઇ આવી બતાવ્યા હતા. તે સમયે જમીનને ઉચ્ચક 1.75 કરોડમા વેચી દેવાનુ નક્કી કર્યુ હતુ.

ત્યારબાદ બાના ચીઠ્ઠી કરવાની પ્રોસેસ કરી હતી. તે સમયે અરવિંદ દોઘા પાસેથી 12 લાખ રોકડા લઇ લીધા હતા. જ્યારે દસ્તાવેજ કરવાનો હોવાથી એક પખવાડીયા પછી ભૂમાફિયાઓને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇ ફોન રિસિવ કરતા ન હતા. જેથી જમીનની વેચાણ નોંધ કઢાવતા મૂળ માલિક ચતુરભાઇનુ સરનામુ મેળવી અરવિંદ દોઘા ઘરે પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...