તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:2 નોટિસ છતાં ફાયર NOC ન લેનારા 8 જીમ સીલ કરાયાં

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફાયર એનઓસી વગરના 8 જીમને સીલ કરવામાં આવ્યા. - Divya Bhaskar
મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફાયર એનઓસી વગરના 8 જીમને સીલ કરવામાં આવ્યા.
 • મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચાલી રહ્યાં હતાં
 • 2 નોટિસ છતાં ફાયર એનઓસી ન લેવાતા કાર્યવાહી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફાયર એનઓસી વગરના 8 જીમને સીલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વાર નવેમ્બર-2020માં ફાયર એનઓસી મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. જે બાદ ફરી 7 જાન્યુઆરી 2021માં જીમ સંચાલકોને ફરી નોટિસ આપવામાં આવી હતી. બે-બે નોટિસ છતાં ફાયર એનઓસી ન લેવાતા ફાયર તંત્ર દ્વારા 8 જીમને સીલ કરી દેવાયા છે.

શનિવારે સીલ કરાયેલા જીમમાં બ્લેક જીમ (સ્વાગત રેઈન ફોરેસ્ટ, કુડાસણ), ઓમ ફિટનેસ (ગાયત્રીનગર, સે-27), પ્રાઈમ ફિટનેસ જીમ (સે-24 ચોકડી), સ્કાય ફિટનેસ જીમ (આરાધના સ્કૂલ પાસે, સે-28), બ્રેવ લાયન ડેન (વિશ્વકર્મા શોપિંગ, સે-21), શિવ ફિટનેસ (સરગાસણ ચોકડી), જીમ લોજ (રાધે આર્કેડ, કુડાસણ), વન લાઈફ ફિટનેસ (અપના બજાર, સે-6)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો