તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકારણ:કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો પૈકીના 5નો ભાજપમાં પ્રવેશ, મેરજા સહિતનાએ કેસરિયો ખેસ પહેર્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • રાજ્યસભા ચૂંટણી ટાણે 8 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને રાજીનામા ધરી દીધા હતા

રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યો આજે શનિવારે બપોરે કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો છે.  કોંગ્રેસને રામ રામ કરનારા પૈકીના પાંચ પૂર્વ ધારસભ્યો કમલમ્ ખાતે પહોંચ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ અપાવ્યો હતો. કમલમ્ ખાતે પહોંચનાર તમામને થર્મલ સ્કિનિંગ બાદ અંદર પ્રવેશ અપાયો હતો.

કયા કયા પૂર્વ ધારાસભ્યોએ ભગવો ખેસ પહેર્યો
1. પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય, અબડાસા
2. જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય, ધારી
3. બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય, મોરબી
4. અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય, કરજણ
5. જીતુ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય, કપરાડા

કોંગ્રેસ આપમેળે તૂટી રહી છે
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તીવ્ર જૂથબંધી, આંતરિક વિખવાદ તથા અંદરોઅંદરની તીવ્ર ખેંચતાણ અને હુંસાતુસી ને કારણે કોંગ્રેસ આપમેળે જ તૂટી રહી છે. કોંગ્રેસને જનતાની નહીં પણ ગાંધી પરિવારના એકચક્રી આધિપત્યને જાળવી રાખવાની ચિંતા છે તેના પરિણામસ્વરૂપ કોંગ્રેસના જનપ્રતિનિધિઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે. કોંગ્રેસને દેશના વિકાસ, અખંડિતતા અને સંપ્રભુતાની નહીં પરંતુ ફક્ત અને ફક્ત લઘુમતી વોટબેન્કના તુષ્ટીકરણના સત્તાલક્ષી રાજકારણમાં રસ છે.

કોંગ્રેસના જનપ્રતિનિધિઓને કોંગ્રેસ પર ભરોસો નહીં
વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશની જનતાએ જમ્મુ અને કાશ્મીરમાં થી કલમ 370/ 35 એ નું નિર્મૂલન, નાગરિકતા સંશોધન કાયદો, રામ જન્મભૂમિનો ચુકાદો અને ત્રિપલ તલાક નાબૂદીના નિર્ણય બાદ કોંગ્રેસનો નકારાત્મક અભિગમ જોયો અને અનુભવ્યો છે. ટુકડે ટુકડે ગેંગ નું સમર્થન કરનાર કોંગ્રેસના આજે ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ટુકડા થઈ રહ્યા છે. ફક્ત જનતાને જ નહીં હવે કોંગ્રેસના જનપ્રતિનિધિઓને પણ કોંગ્રેસના દિશાવિહિન નેતૃત્વ ઉપર ભરોસો રહ્યો નથી. ભાજપાની રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઈને આ પાંચેય પૂર્વ ધારાસભ્યો ભાજપામાં જોડાઇ રહ્યા છે તે પ્રસંગે ગુજરાત ભાજપાના તમામ કાર્યકર્તાઓ વતી હું તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.

કોંગ્રેસ છોડનાર પૈકીના કેટલાકને જ ટિકિટ મળવાની શક્યતા
આ આઠમાંથી ચારથી પાંચ પૂર્વ ધારાસભ્યો કાયમ માટે ભૂતપૂર્વ ધારાસભ્યો જ રહી જાય તેવું છે. ગુજરાત ભાજપના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આઠમાંથી માત્ર ત્રણ કે ચારને જ ટિકિટ આપી પેટાચૂંટણી લડાવાશે. ભાજપ અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણ બેઠક પરથી અક્ષય પટેલ તથા ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતને ચૂંટણી લડાવી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો