ઝુંબેશ:મનપા વિસ્તરામાં 2 દિવસમાં તાવના 782 કેસ મળી આવ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18915 ઘરોની તપાસ કરાઈ હતી

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ચોમાસાને ધ્યાનમાં લઈને હાઉસ ટુ હાઉસનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 10 દિવસમાં મનપા વિસ્તારના તમામ ઘરોને આવરી લેવાશે. જેમાં સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા વાહકજન્ય રોગ અટકાવવા કામગીરી કરાશે. કામગીરીને લઈને તંત્ર દ્વારા 2 દિવસમાં 18915 ઘરોને આવરી લઈને 24455 પાત્રોની ચકાસણી કરાઈ હતી. જેમાંથી 1271 પાત્રોમાં મચ્છર ઉત્પતિ જોવા મળતા તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત વરસાદી પાણી ભરાયા હોય તેના નાના-મોટા 2326 ખાડાઓમાં દવાનો છંટકાવ કરાયો હતો.

ઘરોની મુલાકાત દરમિયાન તાવના 782 કેસ મળી આવતા આરોગ્યની ટીમ દ્વારા લોહીના નમુના લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. ચોમાસાની શરૂઆત સાથે વાહન જન્ય રોગ અટકાવવા જરૂરી સઘન પગલાં શરૂ કરાયા છે. જે માટે મનપા દ્વારા ડોર ટુ ડોર ફીવર સર્વેલન્સ તેમજ પોરા નાશક કામગીરીની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...