ચાર્જ ચુકવવો પડશે:ગાંધીનગર જિલ્લાની 4 ખાનગી હોસ્પિટલમાં 777 લોકોએ સ્વખર્ચે પ્રિકોશન ડોઝ લીધો

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: હિતેષ જયસ્વાલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાના 18 વર્ષથી 59 વર્ષના લોકોને પ્રિકોશન ડોઝ લેવા ચાર્જ ચૂકવવો પડશે
  • મનપા વિસ્તારમાં 3 અને ગ્રામ્ય વિસ્તારોમાં 1 હોસ્પિટલમાં રસીકરણ શરૂ
  • પ્રથમ અને બીજા ડોઝની કામગીરી 99 ટકા પૂર્ણ

કોરોનાને હરાવવા રાજ્ય સરકારે રસીનો પ્રથમ અને બીજો ડોઝ મફત આપ્યો હતો. પરંતુ 18થી 59 વયના લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લેવા ચાર્જ ચુકવવો પડશે. જિલ્લાના 777 લોકોએ ચાર ખાનગી હોસ્પિટલમાં ચાર્જ આપીને પ્રિકોશન ડોઝ લીધો છે. કેન્દ્ર સરકારે દેશભરના લોકોને રસીકરણ શરૂ કરાવી મફત રસી ઐઆપી હતી. આરોગ્ય કર્મચારીઓ, ફસ્ટ કોરોના વોરીયર્સ, 60 વર્ષથી મોટી ઉંમરના 18 વર્ષથી મોટી ઉંમરના, 15 વર્ષથી મોટી ઉંમરના અને 13 વર્ષથી મોટી ઉંમરના એમ તબક્કાવાર લોકોને રસી આપવામાં આવી હતી.

પ્રિકોશન ડોઝ લેવા માટે ચાર્જ ચુકવવો પડશે
​​​​​​​
જોકે સમગ્ર દેશ અને રાજ્યભરમાં કોરોનાની રસીનો પ્રથમ અને બીજા ડોઝની કામગીરી 99 ટકા પૂર્ણ થઇ છે. જોકે રસીકરણના અભિયાન વચ્ચે કોરોનાની ત્રીજી લહેર પણ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ રાજ્ય સરકારે પ્રિકોશન ડોઝ (બુસ્ટર) રસી આપવાની જાહેરાત કરી હતી.​​​​​​​પ્રિકોશન ડોઝ માટે 9 માસ (39 સપ્તાહ/273 દિવસ) પૂર્ણનો નિયમ બનાવ્યો છે. જોકે રાજ્યના આરોગ્ય વિભાગે ગત તારીખ 10મી, એપ્રિલે આદેશ કર્યો છે કે 18 વર્ષથી 59 વર્ષના લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લેવા માટે ચાર્જ ચુકવવો પડશે. પ્રિકોશન ડોઝ ખાનગી હોસ્પિટલોમાં લાભાર્થીએ લેવાનો રહેશે. જિલ્લામાં મનપા વિસ્તારની ત્રણ અને ચારેય તાલુકામાંથી એક ખાનગી હોસ્પિટલે પ્રિકોશન ડોઝ આપવામાં રસ દાખવ્યો છે.

ગામડામાંથી રસી લેવા આવે નહી તેનો ડર
જિલ્લાના ચારેય તાલુકાના ગામોના લોકો રસી લેતા નહી. ત્યારે રૂપિયા આપીને પ્રિકોશન ડોઝ લેવા કોઇ આવે નહી તો ત્રણ માસ પછી રસી બિન ઉપયોગી થઇ જતી હોવાથી ખાનગી હોસ્પિટલો રસ ઓછો દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉપરાંત રસીનો એક બોટલમાં 20 વાયલ આવતા હોવાથી બોટલ ખોલ્યા પછી ચાર કલાકમાં જ રસી આપી દેવી જોઇએ. પછી રસી આપવા લાયક રહે નહી. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અને 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ મફત જ અપાશે.

ખાનગી હોસ્પિટલને પ્રતિ ડોઝ રૂપિયા 150 સર્વિજ ચાર્જ મળશે
ખાનગી હોસ્પિટલોમાં પ્રિકોશન ડોઝ આપવાની રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. તેના માટે ખાનગી હોસ્પિટલોએ રસીનો ડોઝ ખરીદીની પડતર કિંમત ઉપર રૂપિયા 150 ડોઝ સર્વિસ ચાર્જ લઇ શકશે. પ્રિકોશન ડોઝ માટે જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કર્યા બાદ તેને મંજુરી આપવામાં આવશે. જિલ્લાના ચારેય તાલુકામાંથી ચાર્જ સાથે પ્રિકોશન ડોઝ આપવા માત્ર એક જ હોસ્પિટલ સામે આવી છે. તે પણ અદાણી શાંતિગ્રામની હોસ્પિટલે તૈયારી દર્શાવી છે.

જ્યારે આગામી સમયમાં બીજી અડાલજ, ત્રિ મંદિર ખાતે આવેલી અંબા હોસ્પિટલે પ્રિકોશન ડોઝને માન્યતા મળે તેમ લાગી રહ્યું છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોએ પ્રિકોશન ડોઝ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે નિયત કરેલી ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમ પણ ખાસ જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...