મતદાન:તાલુકા પંચાયતની આદરજ મોટી સીટની પેટા ચૂંટણીમાં 76 % મતદાન

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બમ્પર મતદાન સાથે ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ : ચૂંટણીમાં કોંગ્રેસ- ભાજપ વચ્ચે સીધો જંગ હતો

ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠકની પેટાચુંટણીમાં 75.46 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે. પરંપરાગત રીતે ઉંચુ રહેલું મતદાન ભાજપ પુનરાવર્તન કે કોંગ્રેસના પરિવર્તનનો દાવો સાચો પાડે છે તે તો તારીખ 5મી, ઓક્ટોબરે મતગણતરી બાદ જ બહાર આવશે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ચુંટણી જીતવા માટે ભાજપે ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠકના ઉમેદવાર ભરતજી ઠાકોરને ઉવારસદની બેઠક માટે ટિકીટ આપતા વિજેતા થયા હતા. આથી ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠક ખાલી પડતા તેની પેટા ચુંટણીનું મતદાન રવિવારે યોજાયું હતું.

જોકે ભાજપ બેઠક જાળવી રાખવા તેમજ કોંગ્રેસ બેઠક આંચકી લેવા માટે ઠાકોર સમાજના જ ઉમેદવારોને ટિકીટ આપી છે. મતદાનના દિવસે સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી સાંજે 6 કલાક સુધી આદરજ મોટી બેઠકની પેટા ચુંટણીમાં 76 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે. આદરજ મોટી બેઠકની પેટા ચુંટણીમાં અપક્ષો કે અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો ઉભા નહી રાખતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ રહ્યો હતો. આથી બમ્પર મતદાન કોની ઝોળી ભરે છે તે તો તારીખ 5મી, ઓક્ટોબરે મતગણતરીમાં જ ચિત્ર સ્પષ્ટ થશે.

આદરજ મોટી બેઠકમાં કુલ 4612માંથી 3528 પુરૂષોએ મતદાન કર્યું હતું. જ્યારે કુલ 4278માંથી 3187 સ્ત્રીએ મતદાન કર્યું છે. આથી કુલ 8899માંથી 6715 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 75.46 ટકા મતદાન થયું છે.તેથી આ વખતે કોણ ફાવશે તેની ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...