છેતરપિંડી:મહિલા સાથે 75 હજારની ઓનલાઈન છેતરપિંડી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેક્ટર-1 ખાતે કુરિયર કંપનીના કર્મચારીની ખોટી ઓખળ આપીને મહિલા સાથે 75 હજારની છેતરપીંડી થઈ છે. સેક્ટર-1 બી ખાતે રહેતાં નિલમબેન કમ્બોજ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવાઈ છે. જે મુજબ તેઓ અમેરિકા ખાતે રહેતાં દિકરાને સામાન મોકલવા માંગતા હતા. જેને પગલે તેઓએ ગૂગલ મારફતે ડીએચએલ કુરિયર સર્વિસનો નંબર લીધો હતો અને વાતચીત કરી હતી. જેમાં હિન્દી બોલતા શખ્સે કુરિયર સર્વિસનો કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને ટેક્સ મેસેજમાં લીંકમાં મોકલેલ લીંકમાં માહિતી ભરવા માટે જણાવ્યું હતું.

જેને પગલે મહિલાએ બેંક ડેબીડ કાર્ડના આંકડા અને પાછળના સીવીસી નંબરના ચાર આંકડા લખ્યા હતા. આંકડા નાખતા જ તેમના એકાઉન્ડમાં ત્રણ ટ્રાન્જેક્શન થઈ ગયા હતા. જેમાં 40 હજાર, 10 હજાર અને 25 હજાર ડેબિટ થઈ ગયા હતા. છેતરપીંડી થયાનું લાગતું મહિલાએ તાત્કાલિક પોતાનું કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. તેઓએ ઓનલાઈન સાયબર સેલમાં ફણ ફરિયાદ કરીને સમગ્ર મુદ્દે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી છે. સેક્ટર-7 પોલીસે કુરિયર કંપનીના નામથી છેતરપીંડી કરનાર શખ્સને શોધવા માટે કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...