પરમેશ્વરોના હાથે પંચો ચૂંટાયા:રાજ્યના 8686 ગ્રામ પંચાયતોમાં 74% વોટિંગ; 21મીએ પરિણામ, 1165 પંચાયત સમરસ થતા બિનહરીફ જાહેર

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ માટે 8513, વોર્ડની 48573 બેઠક પર 1.81 કરોડ લોકોનું મતદાન
 • 2016માં 80.10% મતદાન થયું હતું, આ વર્ષે 5.40% ઓછું 74.70 % રહ્યું

રાજ્યની 8686 ગ્રામ પંચાયતોમાં સરપંચની 8513 અને વોર્ડ સભ્યની 48,573 બેઠક માટે બેલેટ પેપરથી રવિવારે યોજાયેલું મતદાન 74.70 ટકા રહ્યું હતું. વર્ષ 2016ની પંચાયત ચૂંટણીમાં 80.10 ટકા મતદાન થયું હતું, જે આ વખતના 74.70 ટકા મતદાન કરતા 5.40 ટકા ઓછું છે. ચૂંટણીમાં સરપંચની 4 અને વોર્ડ સભ્યની 11 બેઠક પર ઉમેદવારનું ચૂંટણી દરમિયાન મૃત્યુ થતા હવે પછીના કાર્યક્રમ જાહેર કરીને ફરીવખત ચૂંટણી કરાશે, જ્યારે 5 ગ્રામ પંચાયતોમાં વહીવટી ક્ષતિને કારણે સોમવારે 20મી નવેમ્બરે પુન:મતદાન યોજાશે. આ ઉપરાંત 21મીએ મતગણતરી થશેે.

પંચાયની ચૂંટણીમાં 93,69, 202 પુરુષ અને 88,45,811 મહિલાઓએ મતદાન કર્યું હતું. સમ્રગ ચૂંટણીમાં 2546 ચૂંટણી અધિકારી અને 2827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ નિભાવી હતી. સમ્રગ પંચાયતની ચૂંટણીમાં 51, 747 પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

5 પંચાયતમાં આજે પુન:મતદાન
રાજ્યની 5 ગ્રામ પંચાયતોમાં છપાયેલા મતપત્રોમાં ઉમેદવારના નામ-પ્રતિકના પ્રિન્ટીંગમાં ભૂલ થઇ જતા ઉપરાંત વહીવટી ભૂલને કારણે તા. 20મી ડિસેમ્બરે પુન:મતદાન યોજાશે. જેમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વિરણીયા અને દેલોચ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા અને અમરેલી તાલુકાના સરંભડા ગામની પંચાયતમાં પુન:મતદાન સોમવારે થશે.ઉપરાંત પોરબંદરના રીણાવાડા ગ્રામ પંચાયતમાં પણ સોમવારે પુન:મતદાન થશે તેમ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે.

પંચાયતનું પૂર્ણ ચિત્ર

 • 10,879 કુલ પંચાયતની ચૂંટણી
 • 1165 સમરસ પંચાયત
 • 67 સરપંચ માટે ઉમેદવાર ન મળ્યા
 • 3361 વોર્ડ સભ્યોના ઉમેદવાર ન મળ્યા
 • 27,200 સરપંચ માટે ઉમેદવારની ચૂંટણી
 • 1,19,998 વોર્ડ સભ્ય માટે ઉમેદવારની ચૂંટણી
 • 1.81 કરોડ કુલ મતદારો
 • 23,112 જેટલા મતદાન મથકો
અન્ય સમાચારો પણ છે...