રાહત:હોટેલ અને રેસ્ટોરાં સહિત 736 એકમોને પ્રોપર્ટી ટેક્સમાં 1.50 કરોડની રાહત મળશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોમર્શિયલ એકમોને પ્રોપર્ટી ટેક્સમાં 20% રાહત
  • મનપા વિસ્તારમાં આવેલાં 31 હોટેલ, 4 રિસોર્ટ, 675 રેસ્ટોરન્ટ્સ, 8 થિયેટર-મલ્ટીપ્લેક્ષ, 18 જીમને પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળશે

કોરોનાકાળમાં મંદિરનો માર સહન કરી રહેલ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સને રાહત આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે તેઓને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ અપાઈ છે. આ સાથે વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકરી ચાર્જ વસૂલ કરાશે. ત્યારે ગાંધીનગર મનપા વિસ્તારમાં આવેલ 31 હોટેલ, 4 રિસોર્ટ, 675 રેસ્ટોરન્ટ્સ, 8 થિયેટર-મલ્ટીપ્લેક્ષ, 18 જીમને અંદાજે 1.50 કરોડના પ્રોપર્ટી ટેક્સની રાહત મળશે.

હાલના તબક્કે કોર્પોરેશન તંત્ર દ્વારા આ એકમોને ટેક્સમાં રાહત અપાશે, જે બાદ સરકાર દ્વારા મનપા તંત્રને પૈસા ચુકવી આપવામાં આવશે. કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનને કારણે પડી ભાગેલા વેપાર-ધંધામાં રાહત અપાઈ હતી. જેમાં આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ અંતર્ગત વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ આપવામાં આવી હતી. મનપા વિસ્તારમાં કોમર્શિયલ એકમોને પ્રોપર્ટી ટેક્ષમાં 20 ટકાની રાહત અપાતા કુલ 2 કરોડની રાહત ગત વર્ષે કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...