તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચંદ્રાલા નજીક લકઝરી બસમાંથી 15 પાર્સલમાંથી દારૂના 720 ટેટ્રાપેક મળ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રાલા ચેકપોસ્ટેે મોપેડ ચાલક પાસે દારૂના 90 ક્વાટર પકડાયા

ચંદ્રાલા ચેકપોસ્ટ ખાતે વાહનોની ચેકીંગ દરમિયાન નંબર વગરના મોપેડની ડેકીમાંથી દારૂના 90 નંગ ક્વાટર પકડાયા હતા. જ્યારે રાજસ્થાનથી આવતી લક્ઝરીની ડેકીમાં તપાસ કરતા દારૂના 720 ટેટ્રાપેક મળ્યા હતા. આથી પોલીસે મોપેડ અને લક્ઝરીના ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગરથી અમદાવાદ જતા હાઇવે ઉપર ચિલોડા પોલીસે ચંદ્રાલા ચેકપોસ્ટ ખાતે હાઇવે પરથી પસાર થતાં વાહનોની તપાસ હાથ ધરી હતી. જેમાંથી હિંમતનગરથી આવતી લક્ઝરીને ઉભી રાખીને ડ્રાઇવર તેમજ લક્ઝરીમાં તપાસ બાદ લક્ઝરીની ડેકીની તપાસ કરતા તેમાંથી દારૂના 720 ટ્રેટા પેક મળ્યા હતા. દારૂના ટ્રેટા પેક સુરત મોકલવાના હોવાનું બહાર આવતા ટ્રાવેલ્સના ડ્રાઇવર અને કંડક્ટર પાસેથી મોબાઇલ તેમજ લક્ઝરી બસ સહિત કુલ 10.65 લાખની મત્તા જપ્ત લઇે ચિલોડા પોલીસે રાજસ્થાન રહેતા બસના ચાલક રાધેશ્યામ શર્મા અને કંડક્ટર નારાયણ મીણાની વિરૂદ્ધ ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય બનાવમાં હિંમતનગરથી મોટા ચિલોડા તરફ નંબર વગરના મોપેડ ચાલકનો પોલીસપીછો કરીને ઝડપીને મોપેડ અંગે પુછતા ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે ડેકી તેમજ પગ મુકવાની જગ્યામાં તપાસ કરતા દારૂના 90 ક્વાટર મળતા પોલીસે દારૂના ક્વાટર, મોબાઇલ, મોપેડ સહિત કુલ 42350 મત્તા જપ્ત લઇને રાજસ્થાની મોપેડ ચાલક દિનેશ રામા મીણાની વિરૂદ્ધ ગૂનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...