સહાય:જિલ્લામાં કોરોના સહાયના 7.16 કરોડ ચુકવાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 નવેમ્બરથી શરૂ થયેલી કામગીરીમાં અત્યાર સુધી કુલ 5638 લોકો ફોર્મ લઈ ગયા

ગાંધીનગરમાં જિલ્લામાં કોરોના સહાય માટે અત્યાર સુધી 1432 કિસ્સામાં સહાય ચૂકવાઈ છે. 26 નવેમ્બરથી શરૂ 17 ડિસેમ્બર સાંજે ચાર વાગ્યા સુધીમાં 5638 લોકો સહાય માટે ફોર્મ લઈ ગયા છે. જેમાંથી અત્યાર સુધી 2557 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે, જે પૈકી 1652 કિસ્સામાં તંત્ર દ્વારા સહાય મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલા કેસોમાં 1432 કિસ્સામાં કોરોના સહાય ચૂકવી દેવાઈ છે.

જિલ્લામાં આરોગ્ય વિભાગે જાહેર કરેલ યાદીમાંથી 132 કેસોમાં જ્યારે આરોગ્ય વિભાગની યાદી સિવાયના 1302 કેસોમાં સહાય ચુકવાઈ છે. કોરોના સહાય માટે શરૂઆતમાં જિલ્લા તંત્રને 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જે બાદ તબક્કવાર કેસોમાં સહાય ચૂકવાતા વધુ 7 કરોડ અપાયા હતા.

જ્યારે તાજેતરમાં જ બીજી 2 કરોડની ગ્રાન્ટ તંત્રને અપાઈ હતી. અત્યારુ સુધી મળેલી કુલ 10 કરોડની ગ્રાન્ટમાં કોરોના સહાય માટે 7.16 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે. સહાય મંજૂર કરાયા હોય હજુ 220 કેસમાં સહાય ચૂકવાશે, એટલે કે 1.10 કરોડ જેટલી સહાય મંજૂર થયેલા કેસોમાં ચૂકવાશે. આ ઉપરાંત પણ આવેલી અરજીઓ પર આગામી સમયે નિર્ણય લઈને સહાય ચુકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...