ઇ-વેસ્ટ કલેક્શન:નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા 700 કિલો ઇ-વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્ટર, ઇલેક્ટ્રોનિક્સ ટાઇપરાઇટર, વોશિંગ મશીન સહિતની ઇ-વેસ્ટ સાયન્સ સેન્ટર તરફથી કલેક્ટ કરવામાં આવી હતી

વર્તમાન ટેકનોલોજીના સમયમાં ઇ-વસ્તુનો ઉપયોગ વધી ગયો છે. ત્યારે તેનો નિકાલ પણ યોગ્ય રીતે થાય અને પર્યાવરણને નુકશાન થાય નહી તે માટે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા 700 કિલો ઇ-વેસ્ટ કલેક્ટ કરીને તેને ઇ-કોલાઇન કંપનીમાં મોકલી આપ્યું હતું. ઇ-વેસ્ટમાં પ્રિન્ટર, વોશીંગ મશીન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ ટાઇપરાઇટર સહિતનો અન્ય સામાનનો સમાવેશ થાય છે.

ટેકનોલોજીનો ઉપયોગ હાથ વગો થઇ રહ્યો છે. ત્યારે નકામા બનેલા ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે નહી. તો પર્યાવરણને નુકશાન કર્તા બની રહેશે. ઉપરાંત માનવજાત માટે પણ કેન્સર સહિતની ગંભીર બિમારીઓ થવાની શક્યતા રહેલી છે. ત્યારે નકામી બનેલી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો યોગ્ય રીતે નિકાલ કરવા માટે ઇ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે.

ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્ત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ઇ-વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું હતું. તેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં બલ્બ, સીએફએલ, એલઇડી, લેમ્પ્સ, ટ્યુબ લાઇટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્ડિશનર, કોપીંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ ટાઇપરાઇટર, ટેલેક્ષ ફેક્સ મશીન, પ્લેઇન કાર્ડલેસ ટેલિફોન, સેલ્યુર ફોન, આન્સરિંગ મશીન, પ્રિન્ટર કાર્ટીઝ સહિત કુલ-700 કિલો ઇ-વેસ્ટ કલેક્શન કર્યું હતું.

કલેક્ટ કરાયેલું ઇ-વેસ્ટનો સરકારના નિયત કરેલા ધારા-ધોરણ મુજબ નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત ઇ-વેસ્ટ જમા કરાવાનારેને સરકારના નિયત કરેલા નિયમો મુજબ વળતર અને પહોંચ આપવામાં આવી હોવાનું નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી અનિલ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...