તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસા તાલુકાના બિલોદ્રા ગામે આપઘાતના દુષ્પ્રેરણના કેસમાં ગાંધીનગર કોર્ટે આરોપીને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે. આ કેસની વિગતો પ્રમાણે મૃતક લક્ષ્મીબેન ખોડાજી ઠાકોર પરિવાર સાથે બિલોદ્રા રહેતાં હતા. આરોપી ભરતજી રેવાજી ઠાકોર મૃતકનો કુંટુંબી દિયર થતો હતો. જે મૃતકને આડાસંબંધો રાખવા માટે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી દબાણ કરતો હતો. છાશવારે અણછાજતી માંગણીઓ કરી, પૈસાની માંગણી કરી આરોપી અવારનવાર હેરાન પરેશાન કરતો હતો.
બીજી તરફ દિયરની આવી હરકતથી માનસિક રીતે ત્રાસી ગયેલા લક્ષ્મીબેન ઠાકોરે ગત 27 મે 2016ના રોજ સાંજે કેરોસીન છાંટીને શરીરેે આગ ચાંપી દીધી હતી. જેમાં ગંભીર રીતે દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે માણસા પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ થયો હતો. જે કેસ ગાંધીનગર એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ચાલ્યો હતો. જે કેસમાં સરકારી વકીલ પ્રિતેશકુમાર ડી. વ્યાસ દ્વારા મૃતકના બાળકો, ડોક્ટર સહિતના લોકોની જુબાની લેવામાં આવી હતી. સરકારી વકીલની દલીલોને અંતે એડી. સેશન્સ જજ એસ. એન. સોલંકીએ આરોપીને 7 વર્ષની સખત કેદની સજા અને 5 હજરનો દંડ ફટકાર્યો હતો.આ ચુકાદાથી કોર્ટ સંકુલમાં ભારે સોપો પડી ગયો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.