ગુજરાતમાં કૉલ્ડ વેવ:7 શહેરમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન; નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી, ગાંધીનગરમાં 6.5 ડિગ્રી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉત્તરીય હિમ પવનોને કારણે રાજ્યમાં આકરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યભરના ઠંડા શહેરમાં પાટનગર બીજા ક્રમે રહ્યું હતું. જ્યારે નલીયાનું લઘુતમ તાપમાન 5.8 ડીગ્રી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી નગરનો લઘુતમ તાપમાનાનો પારો સીંગલ ડિજીટમાં નોંધાઈ રહ્યો છે.

ખરીફ પાક માટે સાનુકૂળ ઠંડી
છેલ્લા પાંચ દિવસથી વધી રહેલી ઠંડી ખરીફ પાક માટે સાનુકૂળ હોવાથી ખેડૂતોમાં રાહત છે. ઠંડી વધવાથી રવી પાકને પિયત ઓછું આપવું પડે છે. ઉપરાંત વાતાવરણમાં ઠંડીના કારણે રવી પાક જેવા કે બટાટા, ઘઉં, વરિયાળી, રાયડો, તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિતના પાક માટે ફાયદાકારક બની રહેશે.

રાજ્યનાં 7 શહેરોમાં લઘુતમ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

ગાંધીનગર6.5 સે.
અમદાવાદ9.7 સે.
મહુવા10.1 સે.
દીવ10.2 સે.
વડોદરા10.4 સે.
પોરબંદર10.6 સે.
સુરત14 સે.