સેક્ટર 26 જીઆઇડીસીમા કંપનીની ઓરડીમાં રહેતો પરિવાર બહાર ગયો હતો. જ્યારે ઘરે એક મહિલા બાથરૂમમા કપડા ધોતી હતી અને તેનુ બાળક ઘોડીયામા હતુ. દરમિયાન ભીખારીનો વેશધારણ કરીને 7 મહિલા આવી હતી અને મહિલા પાસે 20 રૂપિયા માગ્યા હતા. જે મહિલાએ નહિ આપતા બાથરૂમમા પુરી દીધી હતી અને ઓરડીમાંથી રોકડ અને દાગીના સહિત 7.80 લાખની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ બનાવની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમા કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
સંગીતાબેન ગણપતજી ઠાકોર પાંચ વર્ષથી વસવાટ કરે છે. મહિલાના પતિ કંપનીમા નોકરી કરતા હતા, એક વર્ષ પહેલા કોરોનામા મોત થયુ હતુ, છતા પરિવાર ઓરડીમાં રહે છે. ત્યારે મહિલાના બનેવીનુ અવસાન થવાથી તેના દિકરા સાથે બેસણામા ગયા હતા, ત્યારે પુત્રવધુ સવારે બાથરુમમા કપડા ધોતી હતી, તે દરમિયાન 7 મહિલા ભીખારણ બનીને આવી હતી. યુવતી પાસે 20 રુપિયાની માગણી કરી હતી. યુવતીએ તેમને 20 રુપિયા નહિ આપતા બાથરુમ આગળ ઉભેલી બે મહિલાને બાથરૂમમા પુરી દીધી હતી અને બહારથી સ્ટોપર લગાવી દીધુ હતુ.
તમામ મહિલાઓએ ઓરડીમા ચોરી કરવા સામાન ફેંદી નાખ્યો હતો. જેમા 3 તોલાના સોનાના દોરા કિંમત 1.20 લાખ, એક સોનાનો મણકાવાળી ભાતનો દોરો કિંમત 60 હજાર, ચાર સોનાની બંગડીઓ કિંમત 1.60 લાખ, એક સોનાનુ લોકેટ કિંમત 60 હજાર, બે સોનાની વીંટી કિંમત 30 હજાર, બે જોડ સોનાની બુટ્ટીઓ કિંમત 50 હજાર, ચાર જોડી ચાંદીના કડલા કિંમત 1 લાખ, બે ચાંદીના કેડમા પહેરવાના કંદોરા કિંમત 40 હજાર, એક જોડ ચાંદીનો કાંબીયો કિંમત 10 હજાર અને રોકડા એક લાખ રૂપિયા મળી 7.80 લાખ ની માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.