તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી મકાનમાં રેડ:જુગાર રમાડતા પિતા-પુત્ર સહિત 7 શખસ પકડાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હડમતીયા કેનાલ પાસેથી 4 જુગારી ઝબ્બે, 4 ફરાર

સેક્ટર-16 ખાતે સરકારી મકાનમાંથી જુગાર રમાડતા ક્લાર્ક પિતા-પુત્ર સહિત 7 શખ્સો ઝડપાયા હતા જ્યારે હડમતીયા કેનાલ પાસે જુગાર રમતા 4 ઝડપાયા હતા અને અન્ય 4 આરોપી ફરાર થઈ ગયા છે.સેક્ટર-21 પોલીસે સે-16 બ્લોક નંબર 53/1, ચ ટાઈપમાં રેડ કરતા વિઠ્ઠલભાઈ લગરભાઈ સોલંકી તેમનો પુત્ર હિતેશ સોલંકી, પંકજ ભિખાભાઈ પરમાર (સિદ્ધાર્થ સ્ટેટસ, ન્યુ વાવૉલ), અજમલ રૂમાલસિંહ ઠાકોર ( જલુન્દ્રા, ), શૈલેષ ધારસિંહ જમોડ (ઝૂંડાલ), કલ્પેશ મણીભાઈ મણિયાર (જામનગર), કૃષ્ણવિજયસિંહ મહોબ્બતસિંહ ઝાલા (સરગાસણ) ઝડપાયા હતા.

પોલીસે 48,500 રોકડા, 6 મોબાઈલ અને 4 વાહનો મળી 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિઠ્ઠલ સોલંકી સરકારી પ્રેસ કચેરીમાં કલાર્ક અને તેનો દિકરો હિતેશ ઉદ્યોગ ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. સેક્ટર-7 પોલીસે હડમતિયા કેનાલ પાસેથી જગદીશ ભાવાજી ઠાકોર, રવિ પ્રવિણ નાયી, રિઝવાન યાસીન વોહરા, ભરત લક્ષ્મણ ભરવાડને પકડ્યા હતા. જ્યારે પોપટ શિવા ભરવાડ, રાજુ કમસી ભરવાડ, દશરથ કરશન રાવળ, શૈલેષ ગોર્ધનભાઈ દસાડીયા ભાગી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...