તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ: વધુ 9 દર્દી સાજા થયા

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાના નવી 7 વ્યક્તિ સપડાતા કુલ કેસનો આંકડો 7955 થયો છે. જ્યારે સારવારને અંતે વધુ 9 દર્દીઓ સાજા થતાં જિલ્લાની 7174 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. કોરોનાથી સંક્રમિત 7 દર્દીએ ઘરે સારવાર લેવાનું પસંદ કર્યું છે. જ્યારે સારવાર લેતા એકપણ દર્દીનું મોત થયું નથી. મનપા વિસ્તારમાંથી 3, તાલુકાના 2 અને દહેગામમાંથી 2 કેસ નોંધાયા છે.

મનપા વિસ્તારમાંથી નવા 3 કેસમાં સેક્ટર-9નો 25 વર્ષીય યુવાન, સેક્ટર-2ની 29 વર્ષીય મહિલા એકાઉન્ટટ, સેક્ટર-28ના 50 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 6 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જ્યારે ગાંધીનગર તાલુકાના નવા બે કેસમાં રાંદેસણની 46 વર્ષીય ગૃહિણી, સરગાસણની 67 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. જ્યારે ખાનપુરની 23 વર્ષીય વિદ્યાર્થી, પાલિકા વિસ્તારનો 27 વર્ષીય યુવાનને કોરોના થયો છે.

કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન આપવાની કામગીરી મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં કરાઈ હતી. જેમાં મનપા વિસ્તારમાં સિવિલમાં 642 લાભાર્થીને વેક્સિન આપી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એપોલો હોસ્પિટલમાં 177, આયુર્વેદિક કોલેજ કોલવડામાં 49, શારદા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિજીયોથેરાપીમાં 86, આશ્કા હોસ્પિટલમાં 62, આંબેડકર હોલમાં 18, આદર્શ હોસ્પિટલમાં 10 સહિત કુલ 402 લાભાર્થીએ વેક્સિનનો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો