તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ: 56 દિવસમાં 1000 કેસ, 7 દર્દી સાજા થતાં 7227 લોકો કોરોનામુક્ત

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ સાથે કુલ આંકડો 8006એ પહોંચ્યો છે. જોકે દિવાળી પર્વમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે 1000 કેસ માત્ર 19 અને 21 દિવસમાં નોંધાયા હતા. જ્યારે હાલમાં કોરોનાના વળતા પાણી હોય તેમ લાગી રહ્યું છે. જેથી વધુ 1000 કેસ માટે 56 દિવસ જેટલો સમય થયો છે. આથી એક દિવસના 48થી 53 કેસની સરેરાશ ઘટીને હાલમાં માત્ર 18 કેસ જેટલી રહી છે. કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મોતનો સિલસિલો છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી અટકી ગયો છે. જ્યારે સઘન સારવારને અંતે વધુ 7 દર્દીઓ સાજા થતાં જિલ્લામાં અત્યાર સુધી 7227 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો છે. કોરોનાથી સંક્રમિતોમાં વિદ્યાર્થી, બિઝનેશ મેન, એક્ઝુકેટીવ, ગૃહિણીનો સમાવેશ થાય છે.

મનપા વિસ્તારમાંથી નવા 4 કેસમાં સેક્ટર-14ના 57 વર્ષીય આધેડ, સેક્ટર-22નો 29 વર્ષીય યુવાન, સેક્ટર-4ના 42 વર્ષીય બિઝનેશ મેન, સેક્ટર-23ની 48 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. કોરોનાગ્રસ્તના સંપર્કવાળા 15 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 2 કેસમાં લેકાવાડા સીઆરપીએફની 48 વર્ષીય મહિલા, કુડાસણના 51 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે. જ્યારે કલોલ તાલુકાના બાલવાનો 17 વર્ષીય વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો