બે વર્ષમાં માત્ર છ પશુપાલન શિબિર યોજાઇ:પશુપાલકો માટે યોજાયેલી પશુ શિબિરો પાછળ 7 લાખનો ખર્ચ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષમાં માત્રને માત્ર છ પશુપાલન શિબિર યોજાઇ

જિલ્લાના પશુપાલકોને પશુના ઉછેર, બિમારી સહિતની જાણકારી માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં છ પશુ શિબિરો યોજવામાં આવી છે. આ શિબિરોમાં 2133 પશુપાલકોએ જ લાભ લીધો છે. પરંતુ પશુ શિબિરોની પાછળ રૂપિયા 7 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય કરતા પશુપાલકોને આર્થિક સહાય મળી રહે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જોકે પશુપાલકોને રાજ્ય અને કેન્દ્ર સરકારી વિવિધ યોજનાઓથી માહિતગાર થાય તેમજ તેનો લાભ લે તેના માટે પશુપાલન શિબિરો યોજવામાં આવે છે.

આ શિબિરોના માધ્યમથી પશુપાલકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે. ઉપરાંત પશુઓના ઉછેર, પશુઓમાં કઇ કઇ બિમારી, પશુઓને કઇ કઇ રસી અપાવવી, પશુઓ વધુ દૂધ ઉત્પાદન કરે તે માટે શું શું તકેદારી રાખવી સહિતની જાણકારી આપવા માટે પશુ શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

આથી વિધાનસભામાં માણસાના ધારાસભ્યે છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં કેટલી પશુ શિબિરો યોજવામાં આવી છે. તેમાં કેટલા પશુપાલકોએ લાભ લીધો તેમજ પશુ શિબિરોની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.

જેના જવાબમાં પશુપાલન મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં પશુપાલનની છ શિબિરો કરવામાં આવી છે. આ શિબિરોમાં 2133 લાભાર્થીઓએ લાભ લીધો છે. ઉપરાંત છ શિબિરોની પાછળ રૂપિયા 7 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 2 વર્ષમાં માત્ર 6 પશુપાલન શિબિર યોજવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...