તલાટીઓની હડતાળ:7 લાખ સરકારી કર્મચારીએ ટેકો આપ્યો; હડતાળના બીજા દિવસે પણ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કર્મચારી તલાટીની કામગીરી નહીં કરે: કર્મચારી મોરચો

રાજયભરના આશરે 9 હજારથી વધુ તલાટીઓ બુધવારે સતત બીજા દિવસે અચોક્કસ મુદતની હડતાળ પર હતા. મહત્તવની વાતએ છે કે, રાજય સરકારે જુદા જુદા કર્મચારીઓને તલાટીઓની કામગીરી સોપવાનો પ્રયાસ કર્યો હતો પણ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના 7 લાખ કર્મચારીઓએ તલાટીઓને ટેકો જાહેર કરીને તેમની કોઇ કામગીરી સરકાર સોંપે તો પણ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે, સરકારે હજુ સુધી તલાટીઓને ચર્ચા માટે બોલાવ્યા નથી.

સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સરકારે ગ્રામસભા લેવાની તલાટીઓની કામગીરી શિક્ષકોને સોંપી હતી,પણ અમે સ્પષ્ટ ના પાડી દીધી છે. શિક્ષકોને પણ સૂચના આપી છે કે, તલાટીની કોઇપણ પ્રકારની કામગીરી કરવી નહીં. આવી રીતે રાજય સરકાર શિક્ષકો સિવાય અન્ય સરકારી કર્મચારીઓને તલાટીની કામગીરી સોંપશે તો પણ કરશે નહીં.

તલાટીની કામગીરી ગ્રામ સેવકો પણ કરશે નહીં, ઉપરાંત પ્રાથમિક શિક્ષક સંઘ તો ટેકો જાહેર કર્યો છે,પણ તમામ કર્મચારીઓના બનેલા ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચાએ પણ ટેકો જાહેર કરતા 7 લાખ કર્મચારીઓએ તલાટીઓની સાથે છે.આથી કોઇપણ સરકારી કર્મચારી તલાટીનું કામ કરશે નહીં. તલાટીઓએ બુધવારે દિવસ દરમિયાન તાલુકા મથકો પર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...