અકસ્માત:સોનારડા પાસે રિક્ષા અને બસ વચ્ચે અકસ્માત થતાં 7 ઇજાગ્રસ્ત

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક રિક્ષાનુ ટાયર નીકળી જતા પાછળની રિક્ષાએ ઓવરટેક કરવા જતા પાછળ આવતી બસે ટક્કર મારી

દહેગામ નરોડા રોડ ઉપર આવેલા સોનારડા ગામના પાટીયા પાસે શુક્રવારે બપોરના સમયે રીક્ષા અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમા રીક્ષામા સવાર 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે દહેગામ અને ગાંધીનગર ખસેડવામા આવ્યા હતા. આ બનાવની જાણ ડભોડા પોલીસ મથકે થતા તાબડતોડ પોલીસ પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરના સમય દહેગામ નરોડા હાઇવે પર આવેલા સોનારડા ગામના પાટીયા પાસે બસ અને રીક્ષાઓ અકસ્માત થયો હતો. રીક્ષા અને બસ નરોડાથી દહેગામ તરફ જઇ રહી હતી. તે સમયે સોનારડા ગામના પાટીયા પાસે આવેલા રણછોડરાયના મંદિર સામે એક રીક્ષા નંબર જીજે 2 ટીટી 0963નુ ટાયર નિકળી ગયુ હતુ. તે સમયે એક બીજી રીક્ષા નંબર 3227 જઇ રહી હતી.

તે સમયે એકા એક આગળ જઇ રહેલી રીક્ષાનુ ટાયર નિકળી જતા પાછળ આવી રહેલી રીક્ષાના ચાલકે આગળની રીક્ષા સાથે અકસ્માત ના થાય તે માટે સાઇડમા દબાવીને ઓવરટ્રેક કરવા ગયો હતો.તે સમયે પાછળ આવી રહેલી ગુજરાત એસટી બસ નંબર જીજે 18 ઝેડ 2583ના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી.

જેમા સવાર કોકીલાબેન કનુજી બારૈયા, નવ્યાબેન વિજયજી બારૈયા, ગાયત્રીબેન વિજયજી બારૈયા, શકુબેન બાલુજી બારૈયા, કાળાજી તખાજી ઠાકોર, રઇબેન બળદેવજી ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા અમદાવાદ સિવિલમા સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યારે લક્ષ્મીબેન કાનાજી બારૈયાને ગાંધીનગર સિવિલમા સારવાર આપવામા આવી રહી છે. અકસ્માતમા આગળ જતી રીક્ષાનો કડુચલો વળી ગયો હતો. રોડ ઉપર પટકાવાના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે મહિલા મુસાફરો રોડ ઉપર પટકાયા હતા. જેથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...