તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દહેગામના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 7 જુગારી ઝબ્બે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 65 હજારની રોકડ રકમ પણ પકડાઈ
  • બોર પરની જગ્યામા બોર્ડ લગાવી બેઠા હતા

દહેગામમા જગદીશ પટેલના બોર પર દહેગામના પૂર્વ ધારાસભ્યના પૂત્ર સહિત 7 ખેલીઓ જુગાર રમતા હતા. પોલીસે રેડ કરતા 68100 રોકડ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.દહેગામ તાલુકા અને શહેરમા જુગારીઓને ઝડપી લેવા પોલીસ ટીમ બનાવી કામગીરી કરી રહી છે.

ત્યારે બાતમી મળી હતી કે, જગદીશ પટેલના બોર ઉપર ખુલ્લી જગ્યામા જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે રેઇડ કરતા પૂર્વ ધારાસભ્યનો પૂત્ર બિમલ ચતુરભાઇ મુખી, પ્રભુ જીવાભાઇ ગઢવી, જગદીશ નાનાભાઇ પટેલ, ચેતન કેશાભાઇ અમીન, રાજુ કાશીભાઇ અમીન, કેતન નાથાભાઇ પટેલ અને રાજેશ રેવાભાઇ પંચાલ (તમામ રહે, દહેગામ) ને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 65700, દાવમા લાગેલા રૂપિયા 2400 સહિત કુલ 68100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...