તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

154 ખનીજધારકો પર રાજ્યવ્યાપી દરોડા:ખનીજ ચોરીમાં 12 જિલ્લામાં 6.97 કરોડનો દંડ વસૂલાયો; ગેરકાયદે ખનન-વહન, સંગ્રહ સામે કાર્યવાહી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં ખનીજના બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહ અંગે રાજ્ય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 12 જિલ્લામાં 154 જેટલા સ્ટોકધારકો પાસેથી રૂ. 6.97 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચેરીની ફ્લાઈંગ સ્ક્વોડ તેમજ જિલ્લાઓની ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરીની તપાસ ટીમો દ્વારા સંયુક્ત રીતે રાજ્યમાં ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગે અવારનવાર આક્સ્મિક તપાસ હાથ ધરવામાં આવતી હોય છે.

આ અંતર્ગત તાજેતરમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર મળી કુલ 12 જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્ક્વોડ તેમ જ જિલ્લા કચેરીની પંદર તપાસ ટીમો દ્વારા સાદી રેતી ખનીજના કુલ 167 જેટલા સ્ટોકમાં સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન 154 જેટલા સ્ટોકધારકો દ્વારા 2,06,213 મેટ્રિક ટન બિનઅધિકૃત સંગ્રહ-નિકાસ સંદર્ભે રૂ. 6.97 કરોડનો દંડ વસૂલ કરીને નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરાશે.