તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ગાંધીનગર મ્યુનિ.નાં 7 સેન્ટરમાં 687 ટેસ્ટ, તેમાંથી 15% પોઝિટિવ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

મનપાની ચૂંટણીનો રંગ દેખાય તે પહેલાં કોરોના તેનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે.કોરોનાના વધતા જતા કેસને પગલે મનપા વિસ્તારમાં અલગ-અલગ 7 જગ્યાએ ચાલી રહેલા ટેસ્ટિંગ સેન્ટરોમાં રીતસરની લાઇનો લાગી છે. મનપાના સચિવાલય, ડીએસપી કચેરી, સેક્ટર-2, સેક્ટર-24, સેક્ટર-29, સેક્ટર-21, પાલજ ખાતે કોરોનાના ટેસ્ટિંગ સેન્ટરો ઊભા કર્યા છે. ગુરુવારે ટેસ્ટિંગ સેન્ટરો ખાતે રેપિડના કુલ 687 ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 15 ટકા જેટલા રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાનું મનપાના આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. જોકે તારીખ 1લી, એપ્રિલના રોજ આરટીપીસીઆર અને રેપીડના કુલ 1187 ટેસ્ટ કરાયા છે.

કોરોનાના ટેસ્ટીંગ સેન્ટરો ખાતે રેપિડની સાથે સાથે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાયા હતા. તેમાં ગુરુવારે કુલ 500 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવતીકાલ તારીખ 2જી, એપ્રિલના રોજ આવશે.

પ્રથમ દિવસે 4443 લાભાર્થીએ વેક્સિન લીધી
કોરોનાની રસી હવે 45 વર્ષથી મોટી ઉંમરની કોઇપણ વ્યક્તિને આપવાની ગુરુવારથી અમલવારી શરૂ કરાઇ છે. તેમાં ગ્રામ્ય વિસ્તારના 3243 લાભાર્થીએ વેક્સિન લીધી હતી. જેમાં ગાંધીનગર તાલુકામાંથી 1327, દહેગામમાંથી 878, માણસામાંથી 640, કલોલમાંથી 398 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે મનપા વિસ્તારમાંથી 1200થી વધુ લાભાર્થીઓએ રસી લીધી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો