તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમાં ક્યાંથી ભણે ગુજરાત?:ગાંધીનગર જિલ્લાની 9 શાળાના 68 ઓરડા સાવ જર્જરિત હાલતમાં

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખંભાળિયાના ધારાસભ્યે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણમંત્રી
 • જિલ્લામાં પતરાની છતવાળી 317 શાળાઓ 10થી 123 વર્ષ જૂની હોવાનુ સરકારના આંકડામાંથી બહાર આવ્યું

કોરોનાકાળમાં પ્રાથમિક શાળાઓ ભલે બંધ હોય છતાં જિલ્લાની 9 શાળાઓના 68 ઓરડા જર્જરિત અને બિસ્માર હાલતમાં છે. જ્યારે 10થી 123 વર્ષ જૂની 317 શાળાની છત હજુય પતરાવાળી હોવાનું વિધાનસભામાં રજૂ થયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ માહિતી આપી છે.

કોરોનાના કેસ વધતા જ શરૂ કરેલી અપર પ્રાઈમરી શાળાઓને બંધ કરવાની રાજ્ય સરકારને ફરજ પડી હતી. આથી હાલમાં રાજ્યભરની પ્રાથમિક શાળાઓ બંધ હોવા છતાં મકાનના ઓરડાની હાલત ચિંતાજનક છે. વિધાનસભામાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પ્રશ્ન કર્યો છે કે ગત તારીખ 31મી, ડિસેમ્બર-2019ની સ્થિતિએ રાજ્યમાં જિલ્લાવાર કેટલી પ્રાથમિક શાળાઓમાં કેટલા ઓરડા જર્જરીત અને બિસ્માર અને કેટલા ઓરડા પતરાંની છતવાળા કેટલા સમયથી છે.

આ ઉપરાંત જર્જરીત અને બિસ્માર અને પતરાની છતવાળા ઓરડાઓના સ્થાને પાકા ઓરડાઓ ક્યાં સુધી બનાવવામાં આવનાર છે. શિક્ષણમંત્રીએ આપેલા જવાબ મુજબ ગાંધીનગર જિલ્લાની 9 શાળાઓના કુલ 68 ઓરડાઓ જર્જરિત અને બિસ્માર હાલતમાં છે. આ શાળાઓ છેલ્લા એકથી બે વર્ષથી જ જર્જરીત હાલતમાં છે. જ્યારે પતરાંની છતવાળી શાળાઓના જવાબ આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે જિલ્લાની 317 પ્રાથમિક શાળાઓના 1299 ઓરડાઓ પતરાની છતવાળા છે. જોકે આ શાળાઓ 10થી 123 વર્ષ જુની છે. જિલ્લાની જર્જરીત અને બિસ્માર શાળાઓના ઓરડાઓ તેમજ પતરાની છતવાળી શાળાઓના ઓરડાઓને આગામી વર્ષોમાં તબક્કાવાર પાકા ઓરડા બનાવવામાં આવશે.તેવી માહિતી વિધાનસભામાં થયેલી પ્રશ્નોતરીમાંથી બહાર આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો