CMની મંજૂરી:3 મહાનગરોમાં 607 કરોડના વિકાસ કામ થશે ; રાજકોટ, સુરત, ગાંધીનગરમાં 124 કામ થશે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના ત્રણ મહાનગરો સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 607 કરોડના 124 કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અપાઈ છે.

સુરતમાં 581.40 કરોડના ખર્ચે 109 કામો હાથ ધરાશે જેમાં ડ્રેનેજ, પાણી પુરવઠા, આંતરમાળખાકીય સુવિધા, લાયબ્રેરી, ફાયર સેફ્ટી, કોમ્યુનિટી હોલ, મલ્ટીલેવલ પાર્કિંગ, ફ્લાય ઓવર, કોરીડોર ડેવલપમેન્ટ, સ્વીમીંગ પુલ જેવા કામો થશે. ગાંધીનગરમાં સડક યોજનાના 3 કામો માટે 5 કરોડની મંજૂરી અપાઇ છે. જે મુજબ ચાર ટીપી સ્કીમમાં આસ્ફાલ્ટ રોડ બનાવવા તેમજ ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા હડમતી, સરગાસણ અને રાંધેજામાં રોડના રીસર્ફેસીંગના કામો હાથ ધરાશે. રાજકોટમાં રસ્તા આંગણવાડી, પાણી પુરવઠાના 12 કામો માટે રૂ.20.79 કરોડ ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...