તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદમાં 604 કેસ, 10,000 લોકો અપ-ડાઉન કરે છે, સોમવારથી ST ડેપો પર ટેસ્ટિંગ શરૂ કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં વધુ 40 કેસ તેમાંથી સૌથી વધુ 22 કેસ ગાંધીનગર મનપા વિસ્તારના : 2 વૃદ્ધોનાં મોત, 22 સાજા થયા
 • મ્યુનિ.એ ભૂલ સુધારી - ગત વર્ષે અમદાવાદમાં કેસ વધ્યા બાદ ગાંધીનગરમાં પણ કેસ વધ્યા હતા

અમદાવાદમાં શુક્રવારે કોરોનાના 406 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સતત વધી રહેલા કેસોને પગલે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે અપ-ડાઉન કરનારા 10 હજાર જેટલા લોકો સુપર સ્પ્રેડર બને, તેવી ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન ગાંધીનગરમાં કેસો નીલ થયા હતા, પરંતુ અનલૉક પછી અમદાવાદમાં કેસોની સંખ્યા વધી હતી અને અપ-ડાઉન કરનારા સરકારી કર્મચારીઓ સહિતના લોકોને કારણે ગાંધીનગરમાં પણ કોરોનાએ ફરી પગપેસારો કર્યો હતો અને ચિંતાજનક રીતે કેસો વધ્યા હતા. જોકે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે ગયા વર્ષની ભૂલ સુધારી છે અને સોમવારથી એસટી ડેપો ખાતે ટેસ્ટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.જિલ્લામાં કોરોનાના નવા 40 કેસ સાથે કુલ આંકડો 8712એ પહોંચ્યો છે.

કોરોનાના વધતા જતા કેસને પગલે ગાંધીનગરથી અમદાવાદ અપડાઉન કરતા લોકોના કારણે વધી રહ્યું હોવાનું એક તારણ રહેલું છે. જો કે, અમદાવાદથી આવતા લોકોનું ટેસ્ટીંગ કરવા અંગે પુછતા મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સચિવાલયમાં આવતા કર્મચારીઓનું ટેસ્ટીંગ કરવામાં આવે છે. ઉપરાંત સોમવારથી ડેપો ખાતે ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરાશે. હાલમાં એસ ટી બસમાં દરરોજના 2200 જેટલા લોકો અપડાઉન કરી રહ્યા છે. તેમાં ગ્રામ્ય વિસ્તારના 1300 અને 900 જેટલા શહેરી વિસ્તારના છે. આ ઉપરાંત ખાનગી વાહનોમાં જતા હોય તેવા સહિત અંદાજે દસેક હજાર જેટલા લોકો અપડાઉન કરી રહ્યા છે. ગત વર્ષે અનલોકની અમલવારી બાદ કોરોનાના વધતા જતા કેસને પગલે અમદાવાદથી અપડાઉન કરતા લોકો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

તેવી પરિસ્થિતિનું પુન: નિર્માણ થયું હોય તેમ વધતા જતા કેસ પરથી લાગી રહ્યું છે. જોકે રાજ્યના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને પગલે રેલ્વે સ્ટેશન ખાતે ટેસ્ટીંગ શરૂ કરાયું છે. તેજ રીતે રાજસ્થાન સરકારે પણ કોરોનાના નેગેટીવ રિપોર્ટવાળાને પ્રવેશનો નિયમ બનાવ્યો છે. ત્યારે હાલમાં ગાંધીનગરના મનપા વિસ્તારમાં વધતા જતા કેસને જોતા અમદાવાદથી ગાંધીનગર આવતા લોકોનું પણ ટેસ્ટીંગ કરવામાં આવે તો સંક્રમણની ઉપર નિયંત્રણ લાદી શકાય. મનપાની ચુંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા બાદ કોરોનાની વિસ્ફોટ સ્થિતિ બની રહે તેવી શક્યતા રહેલી છે. આથી આગામી સમયમાં કોરોનાના સંક્રમણ નિયંત્રણમાં આવે તે માટે અમદાવાદથી આવતી વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરાવું જરૂરી છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ 67 વર્ષ અને 64 વર્ષના બે વૃદ્ધોના મોતથી કુલ આંકડો 613એ પહોંચ્યો છે. સારવારને અંતે વધુ 22 દર્દીઓ સાજા થતાં કોરોના મુક્તનો આંકડો 7727 થયો છે.

મનપા વિસ્તારમાંથી 36થી 79 વર્ષના કુલ 22 લોકો કોરોના સંક્રમિત
મનપા વિસ્તારમાંથી સેક્ટર-22નો 36 વર્ષીય નાગરિક બેન્કનો કર્મચારી, સેક્ટર-25ના 45 વર્ષીય ડ્રાઇવર, સેક્ટર-20ના 34 વર્ષીય સીવીલ જજ, સેક્ટર-30માંથી 56 વર્ષીય ગૃહિણી, 46 વર્ષીય વેપારી, 52 વર્ષીય વેપારી, સેક્ટર-26માંથી 64 વર્ષીય ગૃહિણી, 66 વર્ષીય વેપારી, 58 વર્ષીય આધેડ, 60 વર્ષીય વૃદ્ધ, ધોળાકુવાની 45 વર્ષીય ગૃહિણી, સેક્ટર-13માંથી 59 વર્ષીય ગૃહિણી, 47 વર્ષીય એકાઉન્ટટ, સેક્ટર-14નો 37 વર્ષીય યુવાન, સેક્ટર-6માંથી 42 વર્ષીય વેપારી, 41 વર્ષીય મહિલા વકિલ, સેક્ટર-28ના 58 વર્ષીય સુપરવાઇઝર, સેક્ટર-4ના 42 વર્ષીય સિક્યુરીટી જવાન, સેક્ટર-27ના 59 વર્ષીય આધેડ, સેક્ટર-29ની 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-7માંથી 71 વર્ષીય મહિલા, 79 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

તાલુકા- 11, માણસા અને દહેગામ 3-3 , કલોલ- 1 કેસ
ગાંધીનગર તાલુકામાં કુડાસણમાંથી 51 વર્ષીય વેપારી, 36 વર્ષીય ગૃહિણી, 70 વર્ષીય વૃદ્ધ, રાયસણમાંથી 59 વર્ષીય આધેડ, 67 વર્ષીય ખેડુત, પેથાપુરમાંથી 44 વર્ષીય વેપારી, 38 વર્ષીય ગૃહિણી, સરગાસણમાંથી 32 વર્ષીય યુવાન, 54 વર્ષીય ગૃહિણી, ડભોડાની ગૃહિણી, વાવોલની ગૃહિણી સંક્રમિત થઇ છે. દહેગામમાંથી ઝાંકની ગૃહિણી, લીહોડાનો યુવાન, સાંપાના ખેડુતને કોરોના થયો છે. માણસાના અનોડિયાના ખેડુત, લોદરાના ખેડૂત, નગરપાલિકા વિસ્તારનો યુવાન કોરનામાં સપડાયો છે. જ્યારે કલોલના નારદીપુરનો 33 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે.

જિલ્લાની સરકારી,ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી 78 દર્દીનાં મોત નીપજ્યાં
1 વર્ષથી કોરોનાએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ત્યારે છેલ્લા 6 માસમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા 78 દર્દીના મોત નિપજ્યા હોવાનું વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ માહિતી આપી છે.કોરોનાના વધતા જતા કેસને પગલે કોરોનામાં સપડાયેલા દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર શરૂ કરાઈ હતી. ઉપરાંત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ટેસ્ટિંગ સેન્ટરો પણ શરૂ કરાયા છે. વધુમાં રાજ્યના આરોગ્ય વિભાગે ધનવંતરી રથ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી કોરોનાના દર્દીઓને શોધીને સારવાર આપવાની કામગીરી કરી છે. ખાનગી હોસ્પિટલોને સરકારે હાયર કરી છે.

વધુમાં કોવિડના દર્દીઓની પરિસ્થિતિની દેખરેખ અને બેડની સંખ્યાના મોનીટરીંગ માટે કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર પણ પાટનગરમાં શરૂ કરાયા હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં જાણકારી વિધાનસભામાં આવી છે.છેલ્લા છ માસમાં જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા કુલ 78 દર્દીઓના મોત નિપજ્યા છે. તેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કુલ 53 દર્દીઓમાંથી 52 સરકારી અને 1 ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. જ્યારે મનપા વિસ્તારના કુલ 25 દર્દીઓના મોત નિપજ્યા છે. તેમાં 21 દર્દીઓ સરકારી અને 4 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહ્યા હતા.કુલ 9964 લાભાર્થીઓ અને 60 વર્ષથી ઉપરની વય જૂથના કુલ 37055 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો