ભાસ્કર બ્રેકિંગ:6 હજાર કરોડના ગુજરાત કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઈ, અધિકારીઓ, નેતાઓની સાઠગાંઠની તપાસ થશે

ગાંધીનગર9 દિવસ પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખાતાકીય તપાસ બાદ સરકારે પોલીસ દ્વારા તપાસ કરવાનો નિર્ણય લીધો
  • તપાસમાં બહાર આવ્યું કે આ કિસ્સામાં સરકારમાં રહેલા લોકોની ગુનાઈત સંડોવણી હોઇ શકે, આ કૌભાંડમાં એક વરિષ્ઠ IAS અધિકારીની ભૂમિકા શંકાસ્પદ હોવાનું પ્રાથમિક તારણ
  • ગુજરાતમાંથી કૌભાંડ બહાર આવ્યા બાદ કોલ ઇન્ડિયાએ પણ સમગ્ર દેશમાં ખાનગી એજન્સીઓને કોલસો ફાળવવા પર પ્રતિબંધ લાદી દીધો હતો...

ગુજરાતમાં 6,000 કરોડ રૂપિયાના કૌભાંડનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ તેની તપાસ હવે સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. કૌભાંડની ખાતાકીય રાહે તપાસના અહેવાલના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસ પહેલા આ કેસની તપાસ માટે સીઆઇડી ક્રાઇમને સોંપવાનો આદેશ આપ્યો છે.

રાજ્ય સરકારના અધિકૃત સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું કે આ મામલે જે પણ રાજકીય વ્યક્તિ કે અધિકારી અથવા ખાનગી વ્યક્તિ સામેલ હશે તેમની સામે ફોજદારી કાર્યવાહી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ બાદ સરકારને આમાં ગુનાહિત રીતે મેળાપીપણું કરીને આ કૌભાંડ ચાલતું હોવાનું જણાયું છે. આ કારણોસર તેમાં ખાતાકીય તપાસ બાદ હવે પોલીસ આ મામલે તપાસ કરે તે વધુ હિતાવહ જણાયું હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે.

આ કૌભાંડની તપાસ માટે સીઆઇડી ક્રાઇમ ગુજરાત ઉપરાંત કોલસા મંત્રાલય હેઠળના કોલ ઇન્ડિયા તથા અન્ય રાજ્યોમાં સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ તપાસ કરશે. આ તપાસ દરમિયાન સીઆઇડી ક્રાઇમને જે વ્યક્તિઓ વિરૂદ્ધ પૂરાવા મળશે તેમની ધરપકડ કરીને કાનૂની રાહે કેસ પણ ચલાવવામાં આવશે. અગાઉ ઇન્ડસ્ટ્રી કમિશનર પાસે જવાબદારી હતી, એમએસએમઇ કમિશનરેટ અલગ બન્યા પછી ત્યાંથી સંચાલન થતું હતું.

દિવ્ય ભાસ્કરે કર્યો હતો ખુલાસો
લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે કોલસાની ફાળવણી તથા એજન્સીની નિયુક્તિ અગાઉ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળની ઉદ્યોગ કમિશનરની કચેરીના હવાલે હતી. જો કે ત્યારબાદ ગુજરાત સરકારે એમએસએમઇ કમિશનરેટની કચેરી અલગ બનાવી હોવાથી આ જવાબદારી અહીં ખસેડાઇ હતી. દિવ્ય ભાસ્કરે કરેલાં આ ખુલાસા બાદ કેન્દ્રના કોલસા મંત્રાલય હેઠળનું જાહેર સાહસ કોલ ઇન્ડિયા હરકતમાં આવ્યું હતું. તેમણે પ્રથમ ગુજરાતમાં કોલસાની ફાળવણી બંધ કર્યા બાદ ખાનગી એજન્સી મારફતે થતી કોલસા ફાળવણી બંધ કરી હતી.

કોલસાની ફાળવણી કરતી ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની તપાસ
નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને કોલસાની ફાળવણી તથા એજન્સીની નિમણૂક ઉદ્યોગ વિભાગ હેઠળના ઉદ્યોગ કમિશનરની કચેરી કરે છે. આ દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના એક સિનિયર અધિકારીની આમાં ગુનાહિત સંડોવણી હોઇ શકે છે.

કોલસાની ફાળવણી કરતી ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની તપાસ
નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને કોલસાની ફાળવણી તથા એજન્સીની નિમણૂક ઉદ્યોગ વિભાગ હેઠળના ઉદ્યોગ કમિશનરની કચેરી કરે છે. આ દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના એક સિનિયર અધિકારીની આમાં ગુનાહિત સંડોવણી હોઇ શકે છે.

ગુજરાત સરકારે તમામ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી, કોલસા ફાળવણી જીએમડીસીને સોંપી દીધી
આ કોલસા કૌભાંડનો દિવ્ય ભાસ્કરે ઘટસ્ફોટ કર્યાં બાદ ગુજરાત સરકારે તાકીદે પગલાં લઈને જે ખાનગી એજન્સીઓ કોલસા ફાળવણીની પ્રક્રિયા સાથે સંકળાયેલી હતી તેને બ્લેકલિંસ્ટ કરી દીધી હતી. ત્યારબાદ કોલસાની ફાળવણી માટેની જવાબદારી સરકારે તાત્કાલિક અસરથી MSME કમિશનર પાસેથી લઇને તેને GMDCને સોંપી છે.

શું હતું આ કોલસા કૌભાંડ...
23 ફેબ્રુ.એ દિવ્ય ભાસ્કરે રાજ્યમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગ માટે આવતા 6000 કરોડ રૂપિયાના 60 લાખ ટન કોલસાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સરકારે નિયુક્ત કરેલી ખાનગી એજન્સીઓ સસ્તા ભાવે કોલ ઇન્ડિયા પાસેથી કોલસો લઇ ઊંચા દામે અન્ય વ્યક્તિઓને વેચી દેતી હતી. કૌભાંડમાં ખાનગી એજન્સીઓ, સરકારના લોકો શંકાના દાયરામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...