તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા અલગ અલગ 6 કેડરોના અંદાજે 600 જેટલા કર્મચારીઓને ગત જાન્યુઆરી માસનો પગાર નહીં મળતા આર્થિક હાલત કફોડી બની રહી છે. છેલ્લા 2 માસથી આઉટ સોર્સિંગ કર્મચારીઓનો પગાર અનિયમિત થતાં કર્મચારીઓમાં રોષ ઉઠ્યો છે. કર્મચારીઓએ વેનતની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માગણી કરી રહ્યા છે. પગાર અનિયમિતાના ઉકેલ માટે જાણે સિવિલ હોસ્પિટલના તંત્રને કોઈ રસ જ ન હોય તેવું જણાય છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ કેડરના રેગ્યુલર સ્ટાફની ઘટને પહોંચી વળવા માટે આઉટસોર્સિંગથી સ્ટાફની ભરતી કરવામાં આવી છે. જેમાં નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી ટેક્નિશીયન, કોમ્પ્યુટર ઓપરેટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન તેમજ સફાઇ કર્મચારીઓ સહિતની ભરતી કરવામાં આવી છે. આથી સિવિલ હોસ્પિટલમાં અંદાજે 600 જેટલા કર્મચારીઓ આઉટ સોર્સિંગથી ફરજ બજાવી રહ્યા છે. આઉટ સોર્સિંગ કર્મચારીઓને પગાર કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ચુકવવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા ઘણાં મહિનાઓથી આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર થતો નહી હોવાની બૂમ કર્મચારીઓમાં ઊઠી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર માસનો પગાર ગત જાન્યુઆરી માસના છેલ્લા વીકમાં આપ્યો હતો. જ્યારે ફેબ્રુઆરી મહિનો અડધો થવા છતાં હજુ સુધી જાન્યુઆરી માસનો પગાર કર્મચારીઓને નહીં મળતા કારમી મોંઘવારીમાં ફિક્સ પગારી કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં મહિનાઓથી આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર નહીં મળતો હોવા છતાં સિવિલ તંત્ર દ્વારા કર્મચારીઓને દર મહિને સમયસર પગાર મળી રહે તે માટેનું નક્કર કોઇ જ આયોજન કરાતું નથી. આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓછા પગાર મળતા હોવા છતાં વહીવટી ત્રુટીઓને દૂર કરીને વેતનના મામલે યોગ્ય આયોજન કરાય તેવી માંગણી કર્મચારીઓમાં ઊઠી રહી છે. જોકે સિવિલ તંત્રના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દર મહિને નિયમિત પગાર મળતો હોવાથી ટૂંકા પગાર ધરાવતા કર્મચારીઓના વેતનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં કોઇ જ રસ નથી તેમ અનિયમિત થઇ રહેલા પગાર પરથી લાગી રહ્યું છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.