આજે અક્ષયતૃતીયા:સોના અને ચાંદીમાં 60થી 80% ઘરાકીની આશા, 2 વર્ષ પછી અખાત્રીજે લગ્નસરાની ખરીદી નીકળશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજનો દિવસ દુકાન, ઘર, ગાડી, ફર્નિચર, ઇલેક્ટ્રિક વસ્તુઓની ખરીદી માટે શુભ માનવામાં આવે છે

કોરોનાકાળના બે વર્ષ મંદા રહ્યા બાદ અખાત્રીજે મંગળવારના રોજ સોના ચાંદીના વેપારીઓને 60થી 80 ટકા જેટલી ઘરાકીની આશા રાખી છે. જોકે સોના અને ચાંદીના ભાવની સાથે સાથે રમજાન ઇદ તેમજ આગામી લગ્ન પ્રસંગને પગલે અખાત્રીજમાં સોના ચાંદીની ખરીદી થાય તેવો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.

કોરોનાની ત્રીજી લહેર પછી હાલમાં કોરોનાના વળતા પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેને પરિણામે લગ્ન પ્રસંગો પણ કોઇ જ પ્રકારના નિયંત્રણો વિના થઇ રહ્યા છે. ત્યારે તારીખ 3જી, મંગળવાર હિન્દુશાસ્ત્રો મુજબ વણજોયું મુર્હત એટલે અક્ષયતૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે નવી દુકાન, ઘર, ગાડી, ફર્નિચર, ઇલેક્ટ્રીક વસ્તુઓ સહિતની ખરીદી શુભ માનવામાં આવે છે. ત્યા

રે બે વર્ષ પછી સારી કહેવાતી અખાત્રીજ વેપારીઓ માટે ચાંદી ચાંદી જ જેવી સ્થિત બની રહેશે તેવો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે. જોકે અખાત્રીજના દિવસે આ વખતે 50થી 60 ટકા જેટલી ખરીદી થવાની શક્યતા વેપારીઓએ જણાવ્યું છે.

જોકે હાલમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એક તોલા સોનાનો ભાવ રૂપિયા 53000 અને ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 65000 છે. જોકે દસેક દિવસ અગાઉ એક તોલા સોનાનો ભાવ રૂપિયા 55000 અને એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા 72000એ પહોંચ્યો હતો. આથી દસેક દિવસમાં સોનામાં રૂપિયા 2000 અને ચાંદીમાં રૂપિયા 7000નો ઘટાડો નોંધાયો છે. આથી 60થી 80 ટકા જેટલી ઘરાકી રહેવાનો આશાવાદ જિલ્લા સોના-ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ અલ્કેશ સોનીએ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...