તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલાદ ગામે ભઠ્ઠા વિસ્તારની ઝાડીમાં જુગાર રમતાં 6 ઝબ્બે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના વલાદ ગામે ભઠ્ઠા વિસ્તારની ઝાડીઓમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા છે. ડભોડા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગણેશપુરા ભઠ્ઠા વિસ્તારમાં ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં ભઠ્ઠા વિસ્તારમાં રહેતાં દશરથસિંહ બળવંતસિંહ છારા (32 વર્ષ), શનાજી ખોડાજી ઠાકોર (55 વર્ષ), દિનેશભાઈ મુપાજી મારવાડી (40 વર્ષ), ભીખા કાળુભાઈ વણઝારા (30 વર્ષ), નાના ચિલોડાનો દિલીપ ઉર્ફે દિપક ગણેશજી ઠાકોર (32 વર્ષ) અને ચિલોડા ગામનો પરેશ રામાભાઈ રાજપૂત (35 વર્ષ) જૂગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11250 રૂપિયા રોકડા કબ્જે લઈને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત વધું કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય વાત તો એ છે કે, તમામ જુગારીઓ ભઠ્ઠા વિસ્તારમાં ઝાડીઓમાં જુગાર રમતાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો