તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ: એક પણ મોત નહીં

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વધુ 8 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ

જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાતા કુલ સંક્રમિતોનો આંકડો 7961એ પહોંચ્યો છે. જ્યારે સારવારને અંતે વધુ 8 દર્દીઓ સાજા થતા જિલ્લાની 7178 વ્યક્તિએ કોરોનાને હરાવ્યો છે. ઉપરાંત સતત બીજા દિવસે પણ કોરોનાના એકપણ દર્દીનું મોત થયુ નથી જોકે ગુરૂવારે નોંધાયેલા કેસમાં મનપા વિસ્તારમાંથી 2, તાલુકામાંથી 2 તેમજ કલોલ અને માણસામાંથી 1-1 કેસ નોંધાયો છે. કોરોનાથી સંક્રમિતોમાં ખેડુત, ગૃહિણી, યુવાનો સહિતનો સમાવેશ થાય છે. મનપા વિસ્તારમાંથી આજે નવા 2 કેસમાં સેક્ટર-9નો 25 વર્ષીય યુવાન, સેક્ટર-2નો 28 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે.

કોરોનાગ્રસ્તના સંપર્કવાળા 3 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. ગાંધીનગર તાલુકાના નવા 2 કેસમાં અડાલજની 70 વર્ષીય ગૃહિણી, કુડાસણનો 38 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે કલોલ પાલિકા વિસ્તારનો 32 વર્ષીય યુવાન અને માણસા તાલુકાના ધોળાકુવાના 70 વર્ષીય ખેડુત સંક્રમિત થયા છે.જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિશિલ્ડ વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.

જેમાં મનપા વિસ્તારમાં સિવિલ સાઇટ ખાતે વધુ 562 લાભાર્થીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર સહિત કુલ-1777 લાભાર્થીઓએ વેક્સિન આપી હતી. જેમાં હેલ્થકેર વર્કર માટે જિલ્લાના ચારેય તાલુકામાં કુલ 23 સાઇટ ઉભી કરાઇ હતી. જ્યારે ફ્રન્ટ લાઇન વર્કર માટે કુલ 12 સાઇટ ઉપર વેક્સિનેશનની કામગીરી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો