તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કેસ:જિલ્લામાં વધુ નવા 6 કેસ નોંધાયા : છેલ્લા 3 દિવસથી કોરોનાના દર્દીનાં મોત અટક્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધુ 9 દર્દી સાજા થતાં કોરોનામુક્તનો આંકડો 7187 થયો

જિલ્લામાં કોરોનાના નવા 6 સાથે કુલ કેસ 7967 થયા છે. જ્યારે ત્રીજા દિવસે પણ કોરોનાના દર્દીનું મોત થયુ નથી. જ્યારે વધુ 9 દર્દીઓ સાજા થતાં જિલ્લાના 7187 વ્યક્તિ કોરોનામુક્ત થયા છે. જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા કોરોનાના કેસમાં મનપા વિસ્તારમાંથી 2 અને ગાંધીનગર તાલુકામાંથી 4 નવા કેસ નોંધાયા છે. સંક્રમિતોમાં બાળક, ગૃહિણી, આધેડ અને યુવાનો સહિતનો સમાવેશ થાય છે.

મનપામાંથી બે કેસમાં સેક્ટર-7નો 23 વર્ષીય યુવાન અને સેક્ટર-29ની 56 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલી 6 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે. તાલુકાના નવા 4 કેસમાં કુડાસણમાંથી 6 વર્ષીય બાળક, 31 વર્ષીય ગૃહિણી, ગીફ્ટસીટીમાંથી બે યુવાનો કોરોનામાં સપડાયા છે. શુક્રવારે મનપા વિસ્તારમાં 312 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો