નગરના ડેપોમાંથી રાજ્યના પ્રવાસન સ્થળોએ જવા માટે નવી 6 એસી લક્ઝરી બસો શરૂ કરાઈ છે. તેમાં દ્વારકા, પાવાગઢ, દાહોદ, ભાવનગર, મોરબી અને તુલસીશ્યામની બસો શરૂ કરી છે. આથી પવિત્ર શ્રાવણ માસમાં આવતા વિવિધ ધાર્મિક તહેવારોમાં નગરવાસીને તેનો લાભ મળશે.
પાટનગરમાંથી અન્ય વિસ્તારોમાં જવા માટે બસની સુવિધા નથી તેવી છાપ સામાન્ય લોકોમાં જોવા મળી રહી છે. આથી ગાંધીનગરના એસ ટી ડેપોમાંથી પ્રવાસન સ્થળોના વિસ્તારની નવી 6 એ.સી.લક્ઝરી બસો શરૂ કરાઈ છે. આ બસો નગરના ડેપોમાંથી ઉપડશે. તેમાં ગાંધીનગરથી દ્વારકાની બસ દરરોજ રાત્રે 9 કલાકે ઉપડશે જે સવારે 7 કલાકે દ્વારકા ઉતારશે. જ્યારે સવારે 7-15 કલાકે ડેપોમાંથી ઉપડતી પાવાગઢવાળી બસ સવારે 11 કલાકે પાવાગઢ પહોંચશે. સવારે 8 કલાકે ડેપોમાંથી ઉપડતી દાહોદ બસ બપોરે 1 કલાકે દાહોદ પહોંચશે.
જ્યારે ભાવનગર જવા માટે સવારે 9-30 કલાકે ઉપડતી બસ સાંજે 4 કલાકે ભાવનગર પહોંચશે. ઉપરાંત બપોરે 12-15 કલાકે ડેપોથી ઉપડતી મોરબીની બસ સાંજે 5-45 કલાકે મોરબી પહોંચશે. જ્યારે રાત્રે 9-45 કલાકે ડેપોમાંથી ઉપડતી તુલશીશ્યામવાળી બસ સવારે 5-30 કલાકે તુલસીશ્યામ પહોંચશે. જોકે નગરના ડેપોમાંથી ઉપડતી એસી લક્ઝરી બસો માટે નિગમે ભાડુ નક્કી કર્યું છે.
તેમાં દ્વારકાનું એક ટિકીટનું ભાડુ રૂ. 853, પાવાગઢનીનું ભાડું રૂ. 285, દાહોદનું ભાડું 321, ભાવનગરનું ભાડુ રૂ. 313, મોરબીનું ભાડુ રૂ. 332 અને તુલશીશ્યામનું ભાડુ રૂ. 628 એસ ટી નિગમે નક્કી કર્યા હોવાનું ડેપો મેનેજર કિર્તન પટેલે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.