તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:અડાલજમાં આંબલીવાસના ઘરમાંથી 6 જુગારી પકડાયા

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાલજ ગામના આંબલીવાસ ખાતે આવેલા ઘરમાંથી 6 જુગારી ઝડપાઈ ગયા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર અડાલજ પીઆઈ ડી. એ. ચૌધરીને મળેલી બાતમીના આધારે પોલીસે આંબલીવાસમાં રહેતાં લાલાજી ભઈજીજી ઠાકોરના ઘરે રેડ કરી હતી. જેમાં અડાલજના આંબલીવાસમાં રહેતાં લાલાજી ઠાકોર (25 વર્ષ)રણજીતજી શકરાજી ઠાકોર (32 વર્ષ), રાજુજી દિલીપજી ઠાકોર (30 વર્ષ), અશોકજી જુહાજી ઠાકોર (26 વર્ષ), મહાદેવવાસમાં રહેતો વિષ્ણુજી દુધાજી ઠાકોર (38 વર્ષ), ઈન્દીરાનગર હુડકોમાં રહેતો અમતરજી બળદેવ ઠાકોર (25 વર્ષ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયો હતો. જેઓ પાસેથી પોલીસે 31,080 રૂપિયા રોકડા જપ્ત કરીને તમામ સામે જુગારધારા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...