તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:અડાલજની 1 જ સોસાયટીમાંથી 6 જુગારી રંગેહાથ પકડાઈ ગયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમ રેસિડેન્સીના લોકો શ્રેયા ગારમેન્ટ પાસે જુગાર રમતા હતા

જુગારની મૌસમ પુરી થઇ ગઇ, પરંતુ જુગારીઓ જુગાર રમવાનુ છોડતા નથી. અડાલજમા આવેલી એક સોસાયટીમા રહેતા અને જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓ પાસેથી 12790નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી હતી.

અડાલજ પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.સિંદે સહિત ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દારૂ જુગારની પ્રવૃતિઓ ડામવા માટે કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જ બાતમી મળી હતી કે, ગામની સીમમા આવેલી શ્રેયા ગારમેન્ટ બાજુની જગ્યામા જુગાર રમવામા આવી રહ્યો છે. પોલીસે ટીમ સાથે રેડ કરતા એક જ સોસાયટીમા રહેતા 6 જુગારીઓને ઝડપી લીધા હતા. જેમા ભરત ચમન ચૌધરી, જગદીશ કાંતિ નાયી, જીતેન્દ્ર કાંતિ પ્રજાપતિ, ઇશ્વર હિરાજી ઠાકોર, દિનેશ ભરત પ્રજાપતિ અને દિપક રમેશચંન્દ્ર પરીખ (તમામ રહે, ઓમ રેસીડેન્સી, અડાલજ)ને ઝડપી લીધા હતા. જ્યારે દાવમા લવાવેલી રકમ સહિત 12790નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...