તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉવારસદના રાણજીપુરામાંથી 6 જુગારીઓ રંગે હાથ ઝડપાયા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રેડ કરતા રોકડ મળી, જ્યારે 4 ખેલી ફરાર થયા

જિલ્લામાં જુગારની પ્રવૃતિ અટકાવનુ નામ લેતી નથી. દિવસે દિવસે વધારે પ્રમાણમાં ફૂલીફાલી રહી છે. ત્યારે પોલીસ પણ જુગારીઓને દબોચી લેવા પ્રયાસ કરી રહી છે. ઉવારસદના રાણજીપુરામા ખેલીઓ બોર્ડ લગાવી બેઠા હોવાની માહિતી અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ.સિંધવને મળી હતી. પોલીસ સ્થળ ઉપર પહોંચતા છ ખેલીઓને દબોચી લીધા હતા, જ્યારે 4 ભાગી જવામા સફળ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ ઉવારસદના રાણજીપુરામા જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમી અડાલજ પોલીસ મથકના પીઆઇ. જે.એચ.સિંધવને મળતા પોતાની ટીમ લઇને પહોંચી ગયા હતા. ત્યારે ગામમા રહેતો ભરત ઉર્ફૈ કાળા લાલા ઠાકોર તેના મકાનમાં આવેલા બીજા માળના રૂમમા જુગાર રમાડી રહ્યો હતો. ત્યારે રેડ દરમિયાન પોલીસે ટીના પધા ઠાકોર, મહેશ લાલુ ઠાકોર, કલ્પેશ ઉર્ફે જાડો લક્ષ્મણ ઠાકોર (તમામ, રહે રાણજીપુરા ઉવારસદ), અરવિંદ ઉર્ફે પરેશ ગાભા ઠાકોર, મેલા શકરા ઠાકોર અને જગદીશ બળદેવ ઠાકરો (તમામ રહે, પુન્દ્રાસણ)ને જુગાર રમતા ઝડપ્યા હતા અને તમની પાસેથી રૂપિયા 33420 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી તરફ બોર્ડમાં બેઠેલા અન્ય જુગારી મકાન માલિક ભરત ઉર્ફે કાળા લાલા ઠાકોર, ભુપત જવાન ઠાકોર, બકા કેશા ઠાકોર અને પ્રવિણ ઉર્ફે કમશી લક્ષ્મણ ઠાકોર (તમાર રહે, રાણજીપુરા) ભાગી જવામા સફળ રહ્યા હતા. પોલીસે તમામ ખેલી સામે જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...