પીંપળજથી ઉનાવા જતા રોડ પાસે આવેલા બસ સ્ટેન્ડની પાછળ ખરા બપોરે દાવ નાખીને બેઠેલા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી રોકડ સહિત 10490નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ જુગાર રમવા માટેની સિઝન શરૂ થઇ ગઇ છે. જેને લઇને પોલીસ પેટ્રોલીંગ અને બાતમીદારોને સાબદા કરી દીધા છે. પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, પીંપળજથી ઉનાવા તરફ જતા રોડ નજીક આવેલા બસ સ્ટેન્ડની પાછળની જગ્યામા કેટલાક લોકો જુગાર રમવાની મજા લઇ રહ્યા છે.
જેને લઇને પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાં જુગાર રમતા શંભુજી બાજુજી ઠાકોર (રહે, પીંપળજ, મૂળ રહે, બંધવરગામ, રાધનપુર), નરસિંહજી ગાંડાજી ઠાકોર (રહે, ઉનાવા રેલવે સ્ટેશન છાપરા. મૂળ પેરવાડા, બનાસકાંઠા), માધાજી બાજુજી ઠાકોર (રહે, પીંપળજ, મૂળ રહે, બંધવરગામ, રાધનપુર), લાલાજી ભીખાજી ઠાકોર (રહે, ઉનાવા, ગોગાજી ફાર્મ પાછળ. મૂળ રહે, રતનપુર, શિહોરી) અને ઘનશ્યામ કાંતિભાઇ પટેલ (રહે, ઉનાવા સ્વામિનારાયણ મંદિર પાસે)ને પોલીસે જુગાર રમતા પકડી લીધા હતા. તમામ જુગારીઓ પાસેથી 10490નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.